કાલથી Digital Rupee ચલણ, જાણો- કેવી રીતે કરશો તેનો ઉપયોગ
દેશમાં જ્યારથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો યુગ શરૂ થયો છે, ત્યારથી લોકોએ રોકડ રાખવાની આદત ગુમાવી દીધી છે. કારણકે જ્યારે પણ ક્યાંક પેમેન્ટ કરવાનું હોય છે ત્યારે લોકો Bhim UPI, PhonePe, GooglePayનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે, આવતીકાલથી એટલે કે 1 ડિસેમ્બરથી ભારતીયો માટે ડિજિટલ રૂપિયો આવી જશે. આરબીઆઈએ 1 ડિસેમ્બરથી રિટેલ ડિજિટલ રૂપિયો શરૂ કરવાની જાહેરાત કરી છે, જે રિટેલ ડિજિટલ કરન્સી માટેનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ હશે.
આજે આપણે જાણીશું કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના ફાયદા અને ગેરફાયદા
છૂટક ઉપયોગ માટે લોન્ચ કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે, 1 નવેમ્બર 2022ના રોજ સેન્ટ્રલ બેંકે હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે ડિજિટલ રૂપિયાની શરૂઆત કરી હતી. પરંતુ હવે સેન્ટ્રલ બેંક રિટેલ ઉપયોગ માટે આ ડિજિટલ કરન્સી (CBDC) દાખલ કરવા જઈ રહી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, રિટેલ ડિજિટલ રૂપિયાના પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન, તેના વિતરણ અને ઉપયોગની સમગ્ર પ્રક્રિયાનું પરીક્ષણ કરવામાં આવશે. તે શરૂઆતમાં પસંદગીના સ્થળો પર રોલઆઉટ કરવામાં આવશે.
e-rupeeનો ઉપયોગ કેવી રીતે કરવો
આરબીઆઈએ પહેલા જ આ સંબંધમાં માહિતી શેર કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે CBDC (ડિજિટલ રૂપિયો) ચુકવણીનું એક માધ્યમ હશે, જે તમામ નાગરિકો, વ્યવસાયો, સરકાર અને અન્ય લોકો માટે કાનૂની ટેન્ડર હશે. તેની કિંમત સુરક્ષિત સ્ટોરમાં લીગલ ટેન્ડર નોટ જેટલી હશે. ડિજીટલ કરન્સીની શરૂઆત પછી, લોકોની પાસે રોકડ રાખવાની જરૂરિયાત ઘટશે, અથવા તેને રાખવાની જરૂર રહેશે નહીં.
ચલણી નોટોનું ડિજિટલ ફોર્મેટ
e-rupee ડિજિટલ ટોકન જેવું કામ કરશે. એટલે કે, CBDCએ RBI દ્વારા જારી કરાયેલ ચલણી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે. લોકો તેનો ઉપયોગ ચલણની જેમ જ વ્યવહારો માટે કરશે. RBIના જણાવ્યા અનુસાર e-rupeeનું વિતરણ બેંકો દ્વારા કરવામાં આવશે. ડિજિટલ વોલેટ દ્વારા વ્યક્તિથી વ્યક્તિ અથવા વ્યક્તિથી વેપારી વચ્ચે વ્યવહારો થઈ શકે છે. તેની સાથે QR કોડ સ્કેન કરીને પણ પેમેન્ટ કરી શકાય છે.
e-rupeeના મોટા ફાયદા
- ડિજિટલ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે
- ખિસ્સામાં રોકડ રાખવાની જરૂર નથી
- જી-પેમેન્ટની સુવિધા મોબાઈલ વોલેટની જેમ ઉપલબ્ધ થશે
- ડિજિટ રૂપિયાને બેંક મની અને રોકડમાં સરળતાથી કન્વર્ટ કરી શકાય છે
- વિદેશમાં પૈસા મોકલવાના ખર્ચમાં ઘટાડો થશે
- e-rupee ઇન્ટરનેટ વિના પણ કામ કરશે
- e-rupeeનું મૂલ્ય વર્તમાન ચલણ જેટલું હશે