ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં કરચોરોમાં ફફડાટ, GSTની ટીમ સાથે ATSના દરોડા

Text To Speech

ગુજરાતમાં કરચોરી કરનારાઓની હવે ખેર નથી. કારણકે, સમગ્ર રાજ્યમાં GSTની ટીમ સાથે મળી ગુજરાત ATS દ્વારા કુલ 88 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ ,સહિત નવસારી અને ગાંધીધામમાં GSTની ટીમ દ્વારા દરોડા પડાવામાં આવ્યા છે અને 44થી વધુ ડિફોલ્ટરને ઓળખી કાઢવામાં આવ્યા છે. આ દરોડાની સાથે સાથે વિવિધ જિલ્લાની SOG ની ટીમને પણ ATS દ્વારા કામે લગાડવામાં આવી છે. ટેક્સ ચોરી મામલે વિવિધ શહેરોમાં ATS અને GSTના દરોડા પાડવામાં આવ્યા છે, જેના કારણે કરચોરી કરનારાઓમાં ફફડાટનો માહોલ છે.

GST
GST

12 નવેમ્બરે પણ સ્ટેટ GST અને ગુજરાત ATSની ટીમ દ્વારા 205 સ્થળે સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં બોગસ બિલિંગ મારફતે કરોડોની કરચોરી કરનારા કૌભાંડીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. . સ્ટેટ GST અને ATSની 90 જેટલી ટીમોએ રાજ્યના મુખ્ય શહેરોમાં શનિવાર 12મી નવેમ્બરની વહેલી સવારથી કાર્યવાહી હાથ ધરી હતી અને 115 જેટલી પેઢીઓના 205 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

બોગસ બિલિંગ કૌભાંડના તાર 11 રાજ્યોમાં ફેલાયેલા

GST બોગસ બિલિંગ કૌભાંડના તાર 11 રાજ્યો સુધી ફેલાયેલા છે. 24 અને 25 નવેમ્બરે પણ GST વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં તપાસ હાથ ધરી હતી અને 200 પેઢીને નોટિસ પાઠવી છે. મહત્વનું છે કે GST વિભાગે બોગસ બિલ બનાવી આચરવામાં આવતા કૌભાંડીઓ પર રાજ્યભરમાં એકસાથે દરોડા પાડ્યા હતા..આ દરોડામાં કરોડોના વ્યવહારો કરીને રૂપિયા 98 કરોડની ITC લીધાનું સામે આવ્યું હતું. GST વિભાગના સૂત્રોના જમાવ્યા પ્રમાણે, તપાસ દરમિયાન અધિકારીઓને બોગસ પેઢીઓએ કરેલા વ્યવહારોની તપાસ કરી હતી અને જે લોકોએ બોગસ બિલ લીધા હતા તેની યાદી તૈયાર કરવામાં આવી હતી.

ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ કૌભાંડ

ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, પુડુચેરી, તેલંગાણા, ઝારખંડ, દિલ્લી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટકથી પણ બોગસ બિલિંગ ઓપરેટ થતું હોવાનું તપાસમાં આવ્યું છે. જેને લઇને જે તે રાજ્યના GST વિભાગે આ નંબરોની તપાસ કરવા જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ રાજ્યોમાં કરેલા વ્યવહારોની તપાસ કરવામાં આવે તો કરચોરીનો આંક કરોડો રૂપિયા પહોંચે તેવી શકયતા છે.

Back to top button