ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

વિધાનસભા ચૂંટણી-2022 : પ્રથમ તબક્કા માટેના પ્રચારનો અંત, 2 કરોડથી વધુ મતદાર પર ઉમેદવારોની નજર

Text To Speech

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના પ્રચાર પર પૂર્ણ વિરામ લાગી ગયો છે. આજથી આદર્શ આચરસંહિતા અમલમાં આવી ગઈ છે અને હવે 1 ડિસેમ્બર 2022 ના રોજ રાજ્યના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન યોજાશે. જેમાં રાજ્યના 2 કરોડ 39 લાખ જેટલાં મતદારો મતદાન કરશે. તેમજ 788 ઉમેદવારોના ભાવિ નક્કી થશે.

પ્રથમ ચરણ મતદાન Hum Dekhenge News

જાણો શું છે મતદાનની તમામ માહિતી

  • કેટલા જિલ્લામાં મતદાન યોજાશેઃ 19(કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત)
  • કેટલી બેઠક માટે મતદાનઃ89
  • કુલ ઉમેદવારોઃ 788 718 પુરૂષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવાર
  • રાજકીય પક્ષોઃ 39 રાજકીય પક્ષો
  • કુલ મતદારો: 2,39,76,670 —-> 1,24,33,362 પુરૂષ મતદારો & 1,1,5,42,811 મહિલા મતદારો & 497 ત્રીજી જાતિના મતદારો
  • 18થી 19 વર્ષની વયના મતદારો : 5,74,560
  • 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો : 4,945
  • સેવા મતદારોઃ કુલ 9,606 —— > 9,371 પુરૂષ & 235 મહિલા
  • NRI મતદારોઃ કુલ 163 —— >125 પુરૂષ & 38 મહિલાઓ
  • મતદાન મથક સ્થળો : 14,382 ——->3,311 શહેરી વિસ્તારોમાં અને 11,071 ગ્રામ્ય વિસ્તારોમાં
  • મતદાન મથકો: 25,430 ——-> 9,014 શહેરી વિસ્તારોમાં અને 16,416 ગ્રામ્ય મતદાન મથકો
  • વિશિષ્ટ મતદાન મથકો : 89 મોડલ મતદાન મથકો,
    89 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો,
    89 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો,
    611 સખી મતદાન મથકો,
    18 યુવા સંચાલિત મતદાન મથકો
  • EVM-VVPAT : 4,324 BU, 34,324 CU અને 38,749 VVPAT

મોરબીની 65-મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા, સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.

  • મતદાન સ્ટાફની વિગતઃ કુલ 1,06,963 કર્મચારી/અધિકારી
    27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને
    78,985 પોલીંગ સ્ટાફ
  • વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણઃ તમામ 19 જિલ્લાઓમાં
  • તા. 1 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.

આ પણ વાંચો : ચૂંટણી પહેલા ધાનાણીની ભાજપ નેતાઓ સાથે ‘ચાય પે ચર્ચા’

Back to top button