ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 1 ડિસેમ્બરથી રિટેલ ડિઝિટલ રુપિયાને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. રિટેલ ડિઝિટલ કરન્સી માટે આ પહેલો પાયલટ પ્રોજેક્ટ હશે. પાયલટ દરમિયાન ડિઝિટલ રૂપિયાનું નિર્માણ, ડિસ્ટ્રીબ્યુશન અને રિટેલ ઉપયોગની સંપુર્ણ પ્રક્રિયાનું ટેસ્ટિંગ કરવામાં આવશે. આ પહેલા કેન્દ્રીય બેન્કે 1 નવેમ્બરે હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે Digital Rupee લોન્ચ કર્યો હતો.
ગણતરીની જગ્યાએ રોલ આઉટ થશે
રિઝર્વ બેન્કે આ ડિઝિટલ કરન્સીને સેન્ટ્રલ બેન્ક ડિઝિટલ કરન્સીનું નામ આપ્યુ છે. 1 ડિસેમ્બરે તેનું રોલઆઉટ ગણતરીના લોકેશન પર કરવામાં આવશે, જેમાં કસ્ટમરથી લઇને મર્ચન્ટ સુધીના લોકોને સામેલ કરાશે.
લેણ-દેણ માટે કરી શકશો ઉપયોગ
ઇ-રૂપી ડિઝિટલ ટોકનનું કામ કરશે. સેન્ટ્રલ બેન્ક ડિઝિટલ કરન્સી (CBDC) ભારતીય રિઝર્વ બેન્ક તરફથી જારી કરવામાં આવનારી કરન્સી નોટોનું ડિઝિટલ સ્વરૂપ છે. તે કરન્સી સંપુર્ણ રીતે માન્ય છે. તેનો ઉપયોગ લેણ-દેણ માટે થઇ શકશે.
કેવી રીતે થશે ઉપયોગ?
ઇ-રૂપીનુ ડિસ્ટ્રીબ્યુશન બેન્કોના માધ્યમથી કરવામાં આવશે. ડિઝિટલ વોલેટના માધ્યમથી વ્યક્તિથી વ્યક્તિ કે વ્યક્તિથઈ મર્ચન્ટની વચ્ચે લેણ-દેણ કરી શકાશે. RBIના જણાવ્યા અનુસાર યુઝર્સ મોબાઇલ ફોન કે ડિવાઇસમાં સ્ટોર બેન્કોના ડિઝિટલ વોલેટથી ડિઝિટલ રૂપી દ્વારા લેણ-દેણ કરી શકશે. જો તમે કોઇ દુકાનદારને ડિઝિટલ ચુકવણી કરવા ઇચ્છો છો તો મર્ચન્ટ પાસેના ક્યુઆર કોડ દ્વારા તે કરી શકાશે.
આ પણ વાંચોઃ SIPમાં વધતુ રોકાણ: કાર કંપનીઓ માટે ચિંતાનો વિષય