પરિવારનો ભેદ ખુલ્યો: રીવાબા ભાજપમાંથી ચૂંટણી લડતા સસરાએ વિવાદિત વીડિયો જાહેર કર્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં રાજકીય પક્ષોના ઉમેદવારો એક બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. તેવામાં હવેમાં ઉત્તર જામનગરની બેઠક ભારે ચર્ચાનો વિષય બની છે. આ બેઠક ચર્ચામાં રહેવાનું કારણ આ બેઠક પર નણંદ અને ભાભી વચ્ચેનો વિવાદ છે. ભાજપે ઉત્તર જામનગર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. બીજી તરફ આ બેઠક પર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસ તરફથી પોતાની જ ભાભી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે. તેમજ હવે તો ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે 78 જામનગર ઉત્તર બેઠક પર રાજકારણ ગરમાયું છે. જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરી છે.
આ પણ વાંચો: સુરત: અરવિંદ કેજરીવાલના રોડ-શોને “ભંગ” કરવા SMCએ બુલ્ડોઝર મોકલ્યું
સસરાના વીડિયોએ ચકચાર મચાવી
ભાજપે જ્યારથી રીવાબાને ઉમેદવાર બનાવ્યા ત્યારથી તેઓ વિવાદમાં આવ્યા છે. તેમના પરિવારમાં નણંદ નયનાબા તરફથી આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો સામનો કરી રહ્યા છે. જેમાં આ સસરાના વીડિયોએ ચકચાર મચાવી છે. અને પરિવારનો વિવાદ જગજાહેર થયો છે. તેમજ નયનાબાએ અત્યાર સુધી રીવાબા પર વિવિધ આક્ષેપો કર્યા છે. નયાબાએ ક્યારેક રિવાબા પર જાતિ માટે, તો ક્યારેક ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવા બદલ હુમલો કર્યો છે. આ સાથે નયનાબાના આક્ષેપો અટકવાનું નામ નથી લઈ રહ્યા. તેણે કહ્યું કે જો હું હરીફાઈમાં ઊભી રહી હોત તો આ આરોપો અને પ્રતિઆક્ષેપો વધુ થયા હોત. જોકે નયનાબાએ કહ્યું હતું કે, ચૂંટણી સિવાય તેમના ઘરે તેમના સંબંધો સામાન્ય છે.
આ પણ વાંચો: કચ્છની રસપ્રદ ચૂંટણી લડાઈ, AAP અને AIMIMએ રાજકીય તાપમાનમાં વધારો કર્યો
રીવાબા પર બાળ મજૂરીનો આરોપ
કોંગ્રેસના ઉત્તર જામનગર બેઠકના સ્ટાર પ્રચારક નયનાબાએ તેમની ભાભી રીવાબા જાડેજા પર આરોપ લગાવ્યો હતો કે, તે પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરી રહી છે. સહાનુભૂતિ મેળવવા માટે તે બાળકોને પ્રચાર કરી રહી છે. બાળકોનો ઉપયોગ બાળ મજૂરી હેઠળ આવે છે, તેથી કોંગ્રેસના વરિષ્ઠ અધિકારીઓએ પણ ચૂંટણી પંચમાં રિવાબા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં બમ્પર મતદાન, NOTA પર ઓછા મત; આ માટે ભાજપે બનાવ્યો નવો પ્લાન
રીવાબાની જ્ઞાતિ પર ઉઠાવ્યા સવાલો
રીવાબા જાડેજાના નણંદ નયનાબાએ તેમને નિશાન બનાવતા તેમની જાતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નયનાબાએ દાવો કર્યો હતો કે, રિવાબાના નામાંકન ફોર્મ પર તેમનું નામ રીવા સિંહ હરદેવ સિંહ સોલંકી તરીકે લખવામાં આવ્યું હતું. જેમાં કૌંસમાં રવિન્દ્ર જાડેજાનું નામ લખવામાં આવ્યું છે. આ જણાવતા નયનાબાએ દાવો કર્યો હતો કે, તે રવીન્દ્ર જાડેજાની અટકનો ઉપયોગ માત્ર દેખાડો કરવા માટે કરી રહી છે જ્યારે બંનેના લગ્નને 6 વર્ષ થયા છે પરંતુ આજદિન સુધી રીવાબા તેમની અટક બદલી શક્યા નથી.