ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

સુરત: અરવિંદ કેજરીવાલના રોડ-શોને “ભંગ” કરવા SMCએ બુલ્ડોઝર મોકલ્યું

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. સત્તાના સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. એકબીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે. રોજ રોજ સભાઓ થઈ રહી છે. ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ ગઈ છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ખુબ જ નજીકમાં છે. ગુજરાતમાં તમામ પાર્ટીઓ પોતાના સ્ટાર પ્રચારકો સાથે પોતાનું તમામ દમખમ કામે લગાવી રહી છે. જેમાં અરવિંદ કેજરીવાલે સુરતમાં ભવ્ય રોડ શો આયોજીત કર્યો હતો. તેમાં પથ્થરમારો અને કાર્યકર્તાઓ ઘર્ષણ જેવા છમકલા પણ બન્યા હતા.

આ પણ વાંચો: https://humdekhenge.in/the-interesting-election-battle-of-kutch-aap-and-aimim-raised-the-political-temperature/

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના રોડ-શોમાં મગનનગર પાસે ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા મોદી મોદીના નારાઓ લગાવાતા આપના કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતું. જો કે પોલીસે વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જો કે અહીં સુરત કોર્પોરેશનની આશ્ચર્યજનક કામગીરી જોવા મળી હતી. તેમાં કોર્પોરેશનને માહિતી મળી હતી કે, રોડ-શોમાં કોઇએ ડિવાડરને નુકસાન પહોંચાડ્યું છે. જેથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલ્ડોઝર તત્કાલ ત્યાં સમારકામ કરવા માટે પહોંચ્યું હતું. જેથી રોડ-શોમાં જેસીબી વચ્ચે આવી જતા રોડ-શોના રંગમાં ભંગ પડ્યો હતો.

આ પણ વાંચો:  ગુજરાતમાં બમ્પર મતદાન, NOTA પર ઓછા મત; આ માટે ભાજપે બનાવ્યો નવો પ્લાન

isudan gadhvi CM Candidate AAP Hum Dekhenge News

ચૂંટણી પ્રચારમાં લોકોનો ફાયદો થઇ રહ્યો છે

આમ આદમી પાર્ટીએ આરોપ લાગ્યો હતો કે, વર્ષોના વર્ષો સુધી ડિવાડર તુટેલા પડ્યા રહે છે. કોર્પોરેશનનું કોઇ ફરતું પણ નથી. પરંતુ અમારા રોડ-શોને અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા આ તરકટ રચવામાં આવ્યું હતું. વિદેશના કોર્પોરેશન પણ એટલા ઝડપી નથી તેટલી ઝડપથી સુરત કોર્પોરેશનની કામગીરી જોઇ અમને આનંદ થયો કે અમારા રોડ-શોને બગાડવાના બહાને પણ સુરત કોર્પોરેશને કામ તો કર્યું તેનો અમને આનંદ છે. આમ ચૂંટણી પ્રચારમાં લોકોનો ફાયદો થઇ રહ્યો છે તેમ જોતા લાગે છે કે બે પક્ષોની લડાઇમાં જનતાનું કામ થાય તે મહત્ત્વપૂર્ણ છે.

Back to top button