સુરક્ષામાં કાપ બાદ શિવપાલ સિંહની પહેલી પ્રતિક્રિયા
ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં પેટાચૂંટણી વચ્ચે સુરક્ષામાં ઘટાડાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. PSPના પ્રમુખ શિવપાલ સિંહ યાદવની સુરક્ષામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકીય નિવેદનબાજી ચાલુ છે. સુરક્ષામાં ઘટાડા બાદ હવે શિવપાલ સિંહ યાદવની પહેલી પ્રતિક્રિયા આવી છે.
This was expected of the BJP. Now my workers and people will provide me security. Dimple's (Yadav) victory (in Mainpuri by-polls) and BJP candidate's loss will be even bigger: MLA & PSP chief Shivpal Yadav on his security downgraded from Z category to Y category#UttarPradesh pic.twitter.com/P8d351NdfD
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 29, 2022
તેમની સુરક્ષામાં ઘટાડા અંગે ધારાસભ્ય અને PSPના પ્રમુખ શિવપાલ યાદવે કહ્યું, “ભાજપ પાસેથી તેની અપેક્ષા હતી, હવે અમારી સુરક્ષા અમારા કાર્યકરો અને જનતા કરશે. હવે ડિમ્પલ યાદવની જીત અને ભાજપના ઉમેદવારની હાર વધશે.”
આ સિવાય સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, માનનીય શિવપાલ સિંહ યાદવની સુરક્ષા શ્રેણીમાં ઘટાડો કરવો વાંધાજનક છે. આ સાથે એવું પણ કહેવાય છે કે લોલક સમયની ગતિનું પ્રતિક છે અને તે દરેકના સમયને પરિવર્તનનો સંકેત પણ આપે છે અને તે એમ પણ કહે છે કે એવું કંઈ સ્થિર નથી જેના પર ગર્વ કરી શકાય”
माननीय शिवपाल सिंह यादव जी की सुरक्षा श्रेणी को कम करना आपत्तिजनक है।
साथ ही ये भी कहना है कि पेंडुलम समय के गतिमान होने का प्रतीक है और वो सबके समय को बदलने का संकेत भी देता है और ये भी कहता है कि ऐसा कुछ भी स्थिर नहीं है जिस पर अहंकार किया जाए।
— Akhilesh Yadav (@yadavakhilesh) November 28, 2022
નાયબ મુખ્યમંત્રીએ જવાબ આપ્યો
જ્યારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વિટ કર્યું હતું કે, “શિવપાલ સિંહ યાદવને ભત્રીજા અખિલેશ યાદવ અને સપાના ગુનેગારો દ્વારા ધમકી આપવામાં આવી હતી, હવે બંનેમાં સમાધાન થઈ ગયું છે, જેથી તેમની સુરક્ષા માટેનો મોટો ખતરો ટળી ગયો છે, તેમ છતાં તેમને Y કેટેગરીની સુરક્ષા અપાયેલી છે જો તેમને સુરક્ષાની સમસ્યા છે તો જણાવો, તપાસ બાદ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.”
श्री शिवपाल सिंह यादव जी को भतीजे श्री अखिलेश यादव और सपा के अपराधियों ख़तरा था अब दोनों में मिलाप हो गया है तो सुरक्षा के लिए बड़ा ख़तरा टल गया है,फिर भी उन्हें वाई श्रेणी सुरक्षा उपलब्ध है,यदि उन्हें सुरक्षा की समस्या है तो अवगत करायें,जाँच कर नियमानुसार कार्रवाई की जाएगी!
— Keshav Prasad Maurya (@kpmaurya1) November 28, 2022
શિવપાલ યાદવના પુત્ર આદિત્યએ કહ્યું, “ભાજપ ચૂંટણીને લઈને ડરી ગઈ છે, તેઓ નિરાશામાં છે. શિવપાલ યાદવ અને અખિલેશ યાદવના એકસાથે આવવાથી, ભાજપ સરકાર યુક્તિઓ અને પ્રયોગનો ઉપયોગ કરશે. અમને પહેલાથી તેનો આભાસ હતો એટલા માટે તેમાં કોઈ નવાઈ લાગતી નથી. “