ટોપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાની ડ્રોનની ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી

Text To Speech

ભારતીય વિસ્તારમાં પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનની ઘૂસણખોરી ચાલુ છે. હવે અમૃતસરમાં ડ્રોનની ગતિવિધિ જોવા મળી છે. સોમવારે રાત્રે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ અમૃતસરમાં પાકિસ્તાનથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા એક શંકાસ્પદ ડ્રોનને તોડી પાડ્યું હતું. આ સમગ્ર મામલે BSFનું નિવેદન પણ સામે આવ્યું છે.

બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો તરફથી જણાવવામાં આવ્યું હતું કે, સોમવારે રાત્રે સરહદ પર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ અમૃતસર (ગ્રામ્ય)માં ચાહરપુર નજીક પાકિસ્તાનથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા એક શંકાસ્પદ ડ્રોનને તોડી પાડ્યું હતું. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને પોલીસ અને સંબંધિત એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.

અગાઉ તરનતારનના અમરકોટ ગામમાં ડ્રોન જોવા મળ્યું

આ પહેલા 26 નવેમ્બરે મોડી રાત્રે પાકિસ્તાન તરફથી પંજાબના તરનતારનના અમરકોટ ગામમાં ડ્રોન ઘૂસતું જોવા મળ્યું હતું. ડ્રોન દેખાતા જ બીએસએફ જવાનોએ તેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જે બાદ ડ્રોન પાકિસ્તાન તરફ ફરી ગયું હતું. મળતી માહિતી મુજબ, 26 નવેમ્બરે BSFની 103 બટાલિયનના જવાનો પેટ્રોલિંગ પર હતા ત્યારે તેમણે ડ્રોનનો અવાજ સાંભળ્યો. અવાજ સાંભળ્યા બાદ જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન સૈનિકોએ લગભગ 22 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, પરિણામ એ આવ્યું કે થોડીવાર પછી ડ્રોન પાછળ જવાનો અવાજ સંભળાયો.

આ પહેલા પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું

આ પહેલા 15 નવેમ્બરે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ડ્રોન જોવા મળ્યું હતું. પંજાબના પઠાણકોટમાં બમિયાલ સેક્ટરમાં, BSFના જવાનોએ એક ડ્રોનને સરહદની નજીક ફરતું જોયુ. બીએસએફ જવાનોના ગોળીબાર બાદ તેને પાકિસ્તાન તરફ પાછા ભાગવું પડ્યું હતું.

Back to top button