બીજા તબક્કામાં સૌથી વધુ ગુનાહિત ઈતિહાસ ધરાવતા કોંગ્રેસના ઉમેદવારો, બંને ફેઝમાં ક્રિમિનલ રેકોર્ડવાળા AAPના ઉમેદવાર વધુ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે અંતિમ તબક્કા તરફ છે. રાજ્યમાં 1લી ડિસેમ્બરે ફર્સ્ટ ફેઝનું અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. બીજા તબક્કાના ઉમેદવાર દ્વારા કરવામાં આવેલા સોગંદનમાનો અભ્યાસ કર્યા બદા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિમાર્મ્સ (ADR) પોતાનો રિપોર્ટ બહાર પાડ્યો છે. સોમવારે જાહેર થયેલા રિપોર્ટ મુજબ બીજા તબક્કાની 93 સીટ પર કુલ 833 ઉમેદવાર મેદાનમાં છે.
આ તબક્કામાં ચૂંટણી લડી રહેલા 833 ઉમેદવારમાંથી 163 ઉમેદવાર સામે ક્રાઈમ રેકોર્ડ નોંધાયેલા છે. 2017ની તુલનાએ તેમાં વધારો થયો છે. 2017માં બીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 822 ઉમેદવારમાંથી 101 સામે ગુના નોંધાયેલા છે.
AAPના સૌથી ગુનાહિત ઈતિહાસવાળા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં
બંને તબક્કાના મળીને કુલ 1,621 ઉમેદવાર મેદાનમાં છે. જેમાંથી 330 એટલે કે લગભગ 20 ટકા વિરૂદ્ધ ગુના નોંધાયેલા છે.સૌથી વધુ ગુનાહિત ઈતિસાસવાળા ઉમેદવાર આમ આદમી પાર્ટીના છે. આપના 61 ઉમેદવારો સામે પોલીસ ચોપડે ગુના નોંધાયેલા છે. 2017ની તુલનાએ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારમાં વધારો થયો છે.2017માં કુલ 238 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા હતા.
કોંગ્રેસના 60 તો ભાજપના 32 ઉમેદવારો સામે ક્રિમિનલ રેકોર્ડ
ADRના રિપોર્ટ મુજબ કોંગ્રેસના 60 ઉમેદવારો સામે ગુનાકિય ઈતિહાસ છે. સત્તાધારી ભાજપના 32 ઉમેદવારો સામે કેસ ચાલી રહ્યાં છે. કુલ 192 ઉમેદવારો પર હત્યા, દુષ્કર્મ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાંથી 96 ઉમેદવાર ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી ટિકિટ લડી રહ્યાં છે. પહેલા તબક્કામાં 167 ઉમેદવાર તો બીજા તબક્કામાં કુલ 330 ઉમેદવાર સામે ગુનાઓ નોંધાયેલા છે.
AAPના 43 ઉમેદવાર સામે ગંભીર કેસ
આમ આદમી પાર્ટીના સૌથી વધુ 43 ઉમેદવારો સામે ગંભીર કલમ હેઠળ કેસ નોંધાયેલા છે. તો કોંગ્રેસના 28 જ્યારે ભાજપના 25 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એકલા બીજા તબક્કામાં જ આમ આદમી પાર્ટીના ગુનાકિય કેસવાળા ઉમેદવારની સંખ્યા 29 છે.
18 ઉમેદવાર સામે મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓ દાખલ
કુલ 18 ઉમેદવાર એવા છે જેના પર મહિલા અપરાધના કેસ નોંધાયેલા છે. એક ઉમેદવાર દુષ્કર્મનો પણ આરોપી છે. પાંચ ઉમેદવાર પર હત્યા તો 20 પર હત્યાના પ્રયાસના કેસ નોંધાયેલા છે. દસક્રોઈના આપના ઉમેદવાર કિરણ પટેલ પર હત્યાનો કેસ ચાલી રહ્યો છે. પાટણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ પર પણ હત્યાનો કેસ ચાલી રહ્યો છે. તો ભાજપના જેઠાભાઈ ભરવાડ સામે દુષ્કર્મનો મામલો છે. જેઠાભાઈ પંચમહાલ જિલ્લાની શેહરા સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે.