મથુરા શ્રીકૃષ્ણ – શાહી ઇદગાહ કેસ વરિષ્ઠ કોર્ટમાં ટ્રાન્સફર કરવાના આદેશ, 8 ડિસેમ્બરે ફેંસલો ?
મથુરામાં ચાલી રહેલા શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને ઈદગાહ કેસ અંગેના મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં જિલ્લા ન્યાયાધીશ રાજીવ ભારતીની કોર્ટમાં એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહ અને વરિષ્ઠ વકીલ રાજેન્દ્ર મહેશ્વરીએ જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણ જન્મસ્થાનના તમામ કેસ સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાંથી વરિષ્ઠ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે, જ્યાં આ તમામ કેસ ચાલશે દરમિયાન શાહી ઇદગાહ મસ્જિદના સેક્રેટરી એડવોકેટ તનવીર અહેમદ અને અન્યોએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જિલ્લા ન્યાયાધીશે આ સંદર્ભે નિર્ણય માટે 8 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે, જ્યારે 7 નિયમ 11 પર સુનાવણી પણ આ જ કોર્ટમાં થઈ હતી.
શું છે આ સમગ્ર કેસ ?
આ કેસની વિગતે ચર્ચા કરવામાં આવે તો એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહ અને વરિષ્ઠ એડવોકેટ રાજેન્દ્ર મહેશ્વરી દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિરની જ 13.37 એકર જમીન પર ઈદગાહ તૈયાર કરવામાં આવી છે. તેના દાવાની સુનાવણી સિવિલ જજ સિનિયર ડિવિઝનમાં ચાલી રહી હતી. વરિષ્ઠ સિવિલ જજની કોર્ટે અગાઉ 7 નિયમ 11 CPC પર સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. વાદીના વકીલોએ 7 નિયમ 11 CPC પરના પ્રથમ સુનાવણીના આદેશને રિવિઝન સ્વરૂપે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં પડકાર્યો હતો. આ સાથે આ તમામ કેસ ટ્રાન્સફર કરવા અને અલગ કોર્ટની રચના કરવા અંગે અલગથી અરજી આપવામાં આવી છે.