ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત ચૂંટણી : પ્રથમ તબક્કાના મતદાનના ભૂંગળા કાલે સાંજે 5 વાગ્યે શાંત, પછી થશે ઘર-ઘર પ્રચાર

Text To Speech

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માં પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં 89 બેઠકો ઉપર તા. 1 ડિસેમ્બર, 2022 ના મતદાન યોજાશે. જેના માટે આવતીકાલે સાંજના 5.00 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે એટલે કે તમામ મતક્ષેત્રોમાં પછી ઘરે ઘરે ગુપ્ત રીતે પ્રચાર શરૂ કરવામાં આવશે.

બહારથી આવેલા પ્રચારકો, કાર્યકરોએ મતક્ષેત્રો છોડવા પડશે

વધુમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે.

Back to top button