અમદાવાદમાં PCBનો સપાટો – બે દિવસમાં બે રેડ, હવે નરોડા પરમિશનથી ચાલતું જુગરધામ ઝડપાયું
અમદાવાદઃ થોડા સમય અગાઉ નરોડા વિસ્તારમાં ગુનેગાર એટલા હાવી થઈ ગયા હતા કે, પોલીસને દોડાવીને માર માર્યા હતા. જે બનાવ બાદ પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી આ વીડિયોએ સમગ્ર પોલીસની ઈમેજ પળવારમાં બગડી નાખી હતી. ત્યારે હવે નરોડા વિસ્તારમાં ક્રિષ્નાગિરી ગઢવીની જોડીએ દિશામાં આગળ વધી રહી છે. જેમણે દારૂ જુગારની મજૂરી આપતા ગુનેગારો ફરી મોટા થવા લાગ્યા છે. આજે ખુદ પોલીસ કમિશનરના સ્ક્વોડ નરોડામાં દરોડા પાડીને વરલી મટકાનો જુગાર રમાડી રહેલા સુખનાં ત્યાં રેડ કરીને 50 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા દરબાર વાસમાં સુખાના ત્યાં જુગાર ધામ ચાલુ કરવા સ્થાનિક પોલીસે મજૂરી આપી હતી, પણ તેમને એમ હતું કે પોલીસ કમિશનરને આ વાતની જાણ નહિ થાય પણ પોલીસ કમિશનરના નવા સ્ક્વોડ બનતા જ હવે તેમણે રેડ કરીને સપાટો બોલાવ્યો છે.
નરોડા વિસ્તારમાં અગાઉ પણ સ્થાનિક પોલિસ અને ગુનેગારની મિલીભગત હોવાનું સામે આવ્યું છે, પણ હવે આવા પોલીસ કર્મીને કે કંપનીમાં મૂકી દેવાની તૈયારી પોલીસ કમિશનર બનવી દીધી છે કે કંપનીમાં આવા પોલીસ કર્મીઓ મેડિકલ સરતી બનાવીને રજા પર ઉતરી ગયા હતાં, પણ હવે બીજું લિસ્ટ તૈયાર થઈ ગયું હોવાની વાત ખુદ પોલિસ કમિશનરે જણાવી હતી. આ વખતે આ લિસ્ટમાં આવનાર પોલીસ કર્મીઓને કડક કામગીર સોંપવામાં આવશે.
પીસીબી દ્વારા આજે નરોડામાં કરવામાં આવેલી રેડમાં 52 હજારનો મુદ્દામાલ અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનરને આ અંગેની જાણ થતાં હવે સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાની વિગત જાણવા મળી રહી છે.