એલન મસ્કે ફોટો ટ્વિટ કરીને બતાવી પોતાની પિસ્તોલઃ લોકો હેરાન
એલન મસ્ક સતત ટ્વિટર પર એક્ટિવ રહે છે. તેઓ નવી નવી વસ્તો ટ્વીટ કરતા રહે છે. હવે એલન મસ્કે એક નવુ ટ્વીટ કર્યુ છે. જેમાં તેમણે પોતાના બેડસાઇડ ટેબલ પર રાખેલી વસ્તુઓને બતાવી છે. આ ટેબલ પર ડાયેટ કોકના કેન ઉપરાંત પિસ્તોલ પણ દેખાઇ રહી છે.
મસ્કે તેનું નામ તો નથી જણાવ્યુ પરંતુ પાછળ રાખેલી પિસ્તોલ French Percussion છે. આ પિસ્તોલનુ મોડલ 1872નું છે. તેને એક બોક્સમાં રખાઇ છે. બોક્સ જોવામાં એન્ટિક લાગે છે. આ ઉપરાંત ટેબલ પર ચાર ડાયેટ કોકના કેન પણ છે. લાઇટર સાથે એક ડિવાઇસ પણ રાખવામાં આવ્યુ છે. પહેલી નજરમાં તે ઓપનર જેવુ લાગે છે, પરંતુ તેને લઇને સ્પષ્ટતા કરાઇ નથઈ. એક ટ્વિટમાં એક યુઝરે લખ્યુ છે કે આ પહેલીવાર છે જ્યારે તેઓ ગોલ્ડ કોક જોઇ રહ્યા છે.
My bedside table pic.twitter.com/sIdRYJcLTK
— Elon Musk (@elonmusk) November 28, 2022
ઉલ્લેખનીય છે કે મસ્ક આ પ્રકારના ટ્વીટ કરતા રહે છે. આ પહેલા જ્યારે તેમણે ટ્વિટરની કમાન સંભાળી ત્યારથી તેઓ વોશબેસિનથી લઇને ટ્વિટર ઓફિસના વીડિયો પોસ્ટ કરી ચુક્યા છે. જ્યારે તેમણે હજારો કર્મચારીઓની છટણી કરી ત્યારે તેઓ વધુ ચર્ચામાં આવ્યા હતા.
ટ્વિટરમાં કલરફુલ ટિકમાર્ક આવશે
ટ્વિટરની વેરિફાઈડ સર્વિસ ટૂંક સમયમાં બદલાવા જઈ રહી છે. મસ્કએ જાહેરાત કરી હતી કે કંપની ટ્વિટર એકાઉન્ટ્સ માટે વિવિધ રંગીન ટિક માર્ક રજૂ કરવાની યોજના શરૂ કરશે. આવતા સપ્તાહથી ટ્વિટર એકાઉન્ટ માટે બ્લુ ટિક માર્ક સિવાય ગોલ્ડન અને ગ્રે ટિક માર્ક શરૂ થશે.
બ્લુ ટિક પર વસૂલાતા ચાર્જ હાલ મોકૂફ
મસ્કે છેતરપિંડી રોકવા માટે બ્લુ ટિક વેરિફિકેશન પ્રક્રિયાને ફરીથી શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. આ માટે ટ્વિટરે $8ને બદલે બ્લુ ટિક આપવાની સ્કીમ શરૂ કરી હતી. પરંતુ બાદમાં કંપનીએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. મસ્કે કહ્યું હતું કે જ્યાં સુધી તે ટ્વિટર પર ફેક એકાઉન્ટની સમસ્યાનું સમાધાન નહીં શોધે ત્યાં સુધી બ્લુ ટિક માટેની પેઇડ સ્કીમ ફરી શરૂ કરવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ ચીને ખતરનાક Hypersonic એન્જિનનુ કર્યુ પરીક્ષણઃ હવે દુનિયામાં સૌથી ઝડપી ઉડશે ડ્રેગનના ફાઇટર જેટ