યુટિલીટી

હવે આ બેન્કે Bulk FD Ratesમાં બદલાવ કર્યો, મળશે વધુ રિટર્ન

Text To Speech

એક્સિસ બેન્કે 26 નવેમ્બર 2022ના રોજ પોતાની બલ્ક એફડી રેટ્સના વ્યાજદરોમાં સંશોધન કર્યુ છે. સામાન્ય નાગરિકો માટે એક્સિસ બેન્ક લઘુત્તમ 3.75%થી લઇને મહત્તમ 7.20% સુધીના વ્યાજદર ઓફર કરે છે. વરિષ્ઠ નાગરિકો માટે તે વધુ છે. તેમના માટે વ્યાજદર 3.75%થી લઇને 7.95% સુધી છે. અન્ય બેન્કો પણ વરિષ્ઠ નાગરિકોને સામાન્યથી વધુ વ્યાજદર પ્રદાન કરે છે.

હવે આ બેન્કે Bulk FD Ratesમાં બદલાવ કર્યો, મળશે વધુ રિટર્ન hum dekhenge news

બલ્ક એફડી રેટની રેન્જ 5 કરોડથી 100 કરોડ રૂપિયા કે તેનાથી વધુની છે. એક્સિસ બેન્ક 5 કરોડથી 24.75 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર 4.65%થી 7.15% સુધીના વ્યાજદરની ઓફર કરે છે. 7.15%નો વ્યાજદર એક વર્ષથી પાંચ દિવસથી ઓછા સમયગાળા માટે છે. વરિષ્ઠ નાગરિકો માટે 25 કરોડ રુપિયાથી 100 કરોડ રૂપિયા અને તેનાથી વધુની એફડી પર ઉચ્ચતમ વ્યાજદર 7.95% છે. આ રેટ એક વર્ષ કે ઓછા અથવા 1 વર્ષ 5 દિવસના સમયગાળા માટે છે. સિનિયર સિટીઝન માટે બેન્ક એફડી પર 1 વર્ષ 5 દિવસથી લઇને 18 મહિનાથી ઓછા સમયગાળા માટે 7.90 % વ્યાજદર રજુ કરાયા છે.

આ પણ વાંચોઃ આ ચૂંટણી ગુંડાગીરીથી લડાઈ રહી છે : જગદીશ ઠાકોર

Back to top button