ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ આજે વીધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે હજુ પણ પક્ષ પલટાના મૌસમ રુકવાનું નામ જ નથી લઈ રહ્યા અને ગુજરાતની રાજનીતિમાં ઉથલ પાથલ થતી જોવા મળી રહી છે. ત્યારે આજે ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસએ હવે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે અને તેઓ તેમના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓનુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ખેંસ પહેરાવી સ્વાગત કર્યુ હતુ.
સિદ્ધપુર વિધાનસભાના દિગ્ગજ નેતા અને સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂકેલા જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની જાહેર સભામાં અચાનક પહોચીને સમર્થન જાહેર કર્યુ છે. ત્યારે અચાનક પહોંચીને તેમણે પોતાના સમર્થકોને જ ચંદનજી ઠાકોરને મત આપવા અપીલ કરી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજીની અમદાવાદ રાજીવ ભવન ખાતે પ્રેસ વાર્તા : શ્રી @kharge જી #GujaratWithCongress https://t.co/EhKq4OPloI
— Gujarat Congress (@INCGujarat) November 28, 2022
આ પણ વાંચો:ગેહલોત સાથેની મુલાકાત અંગે ભાજપના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે કર્યો મોટો ખુલાસો
મળતી માહિતી મુજબ ભાજપની નેતાગીરીથી જયનારાયણ વ્યાસ નારાજ હતા. ત્યારે આ અંગે તેમણે કેન્દ્રમાં ભાજપના નેતાઓ સાથે વાત કરી હતી તેમ છત્તા કોઈ ઉકેલ ન આવતા તેઓ અત્યંત નારાજ હતા. જે બાદ આજે તેઓએ સિદ્ધપુરના કોંગી ઉમેદવાર ચંદનજી ઠાકોરની જનસભામાં પહોચી તેમણે ટેકો જાહેર કરી દીધો હતો. તેમજ સભામાં તેમણે કહ્યુ હતુ કે, હું તેમની સાથે છું, અને આપણે બધા ભેગા થઈને ચંદનજીભાઈને જીતાડીશુ.