ધર્મહેલ્થ

શાસ્ત્રો મુજબ સવારે વહેલા જાગીને સ્નાન કરવાથી મળે છે આ ફાયદાઓ

શરીરના સારા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે જરૂરી છે રોજ સ્નાન કરવું. સ્નાન માટે સૌથી સારો સમય સવાર-સવારનો હોય છે. શાસ્ત્રોમાં સવારે જલ્દી સ્નાન કરવાના ચમત્કારીક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. સ્નાન કરતા સમયે આ ખાસ જણાવેલી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો બધા જ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થઇ શકે છે. ઉપરાંત જાતકના કુંડળીના દોષ પણ શાંત થઇ શકે છે અને સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે.

સૂર્યાસ્ત પછી સ્નાન કરે છે તેમનામાં આળસનું પ્રમાણ વધારે રહે 

શાસ્ત્રો મુજબ સવારે જલ્દી જાગવું ખૂબ જ જરૂરી છે. જલ્દી જાગીને સૂર્યોદય પહેલાં સ્નાન કરવાથી ત્વચામાં ચમક વધે છે અને આખો દિવસ કામ કરવામાં આળસનો સામનો કરવો પડતો નથી. જ્યારે જે લોકો સૂર્યાસ્ત પછી સ્નાન કરે છે તેમનામાં આળસનું પ્રમાણ વધારે રહે છે. આવા લોકો જલ્દી થાકી જાય છે અને નાની ઉમરમાં જ ત્વચાની ચમક ઓછી થઇ શકે છે. સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી દરરોજ સૂર્યોદયના સમયે સૂર્યને જળ અર્પિત કરવું જોઇએ. સૂર્યને જળ અર્પણ કરવાથી માન-સન્માનની પ્રાપ્તિ થાય છે ઓફિસ હોય અથવા ઘર તમારા કાર્યોની હમેશાં પ્રશંસા થતી રહે છે.

આ ફાયદાઓ પણ થાય છે

ઉપરાંત શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવાથી શરીર શક્તિશાળી બને છે. રોગોથી લડવાની ક્ષમતા વધે છે અને ઘણી મોસમી બીમારીઓથી પણ બચાવે છે. સવારે જલ્દી સ્નાન કરવા માટે જલ્દી જાગવું પડે છે જેના કારણે વૈચારિક પવિત્રતા વધે છે. ખોટા વિચારો નષ્ટ થઇ જાય છે. મોટાભાગની પરિસ્થિતિઓમાં સવારના સમયમાં વિચારોની પવિત્રતા ભંગ થાય છે.

બ્રહ્મ મુહૂર્તમાં પથારી છોડી દેવાથી અશુદ્ધ વિચાર અને ખરાબ સપનાઓથી મુક્તિ મળે

જલ્દી જાગનાર વ્યક્તિની માનસિક શક્તિ પણ વધશે બુદ્ધિનો વિકાસ થશે. બુદ્ધિના વિકાસ સાથે પરિસ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા પણ વધશે. જે લોકો સવારે સૂતા રહે છે તેમને ખરાબ સપનાઓનો સામનો કરવો પડે છે. બ્રહ્મ મુહૂર્તમાં પથારી છોડી દેવાથી અશુદ્ધ વિચાર અને ખરાબ સપનાઓથી મુક્તિ મળે છે અને આળસ દૂર થાય છે. શાસ્ત્રોની માન્યતા છે કે જલ્દી સ્નાન કરનાર વ્યક્તિને ઘર-પરિવાર અને સમાજમાં માન – સન્માનની પ્રાપ્તિ થાય છે. જલ્દી સ્નાન કરવાથી દિવસની શરૂઆત જલ્દી થાય છે કામ કરવા માટે વધારે સમય મળી શકે છે કામ યોગ્ય થશે તો આપમેળે સન્માન પ્રાપ્ત થશે.

Back to top button