નેશનલ

જમ્મુ કાશ્મીર : અનંતનાગ પ્રશાસને પૂર્વ સીએમ સહિત 8 લોકોને નિવાસ ખાલી કરવાની આપી નોટિસ

Text To Speech

જમ્મુ કાશ્મીરમાં હાલમાં મોટી કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે. જેમાં અનંતનાગ પ્રશાસને પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી સહિત સાત ભૂતપૂર્વ ધારાસભ્યો અને એક મ્યુનિસિપલ કાઉન્સિલરને 24 કલાકની અંદર અનંતનાગ જિલ્લામાં ખન્નાબલ હાઉસિંગ કોલોનીમાં તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા જણાવ્યું છે અને જો આમ નહીં થાય તો કાર્યવાહીની પણ ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મુફ્તીને ગયા મહિને શ્રીનગરના ઉચ્ચ સુરક્ષાવાળા ગુપકર વિસ્તારમાં તેમના ફેરવ્યુ નિવાસસ્થાનમાંથી બહાર કાઢવાની નોટિસ પણ આપવામાં આવી હતી.

પ્રશાસને કોને કોને નોટિસ આપી છે ?

અનંતનાગ પ્રસાશન દ્વારા મહેબૂબા મુફ્તી ઉપરાંત પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ અલ્તાફ વાની, પૂર્વ ધારાસભ્ય અબ્દુલ રહીમ રાથેર, પૂર્વ ધારાસભ્ય અબ્દુલ મજીદ ભટના નામ અનંતનાગના ડેપ્યુટી કમિશનરના આદેશ પર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલી ખાલી કરાવવાની નોટિસમાં સામેલ છે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અલ્તાફ અહેમદ વાની, પૂર્વ MLC બશીર શાહ, પૂર્વ MLC ચૌધરી નિઝામુદ્દીન, પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કબીર પઠાણ અને MC કાઉન્સિલર શેખ મોહિઉદ્દીન (મૃતક)નો સમાવેશ થાય છે. આ દરમિયાન પૂર્વ એનસી ધારાસભ્ય અબ્દુલ મજીદ ભટે કહ્યું કે આપણે ક્યાં જઈએ. વહીવટીતંત્રે આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.

Back to top button