ગુજરાતચૂંટણી 2022

PM મોદીનો નેત્રંગમાં ઝંઝાવાતી પ્રચાર, કહ્યું આવાસ યોજના અંતર્ગત 20 હજાર પરિવારોને પાકા ઘર મળ્યા

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભરૂચના નેત્રંગ ખાતે વિજય સંકલ્પ સંમેલન થકી જાહેરસભા સંબોધી હતી. આ જાહેરસભામાં ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સભામાં તેમણે જણાવ્યું હતુ કે મારા જીવનના પ્રારંભીક વર્ષોમાં અને સામાજીક જીવવની શરૂઆતમાં આદિવાસી ક્ષેત્રમાં કામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અહી વિશાળ સંખ્યામાં જનતા જનાર્દન ન માત્ર ચૂંટણી માટે આશિર્વાદ આપવા આવ્યા છે પરંતુ વિકસિત ગુજરાત બનાવવાનો સંકલ્પ કરવા આવ્યા હોવાની વાત કરી હતી. ત્યારે આ વખતની ચૂંટણી જનતા જનાર્દન લડી રહી છે નું જણાવ્યું હતુ.

સભા સંબોધીત કરતા તેમણે જણાવ્યું હતુ કે ભાજપે ગઇકાલે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે આ સંકલ્પ પત્રમાં ગુજરાતની આર્થિક વ્યવસ્થાને ગતી માટે, વેપાર ધંધા વધે, આદિવાસી વિસ્તારો વિકસે, ગરિબોનું કલ્યાણ થાય અને મધ્યમ વર્ગના સપના સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે અને બાળકથી લઇ વડિલ સુધી સૌની ચિંતા કરવામાં આવી છે. ગુજરાત વિકસિત થવાની દિશામાં નક્કર, મક્કમ સાચા અને સારા પગલા સાથે આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ભુપેન્દ્રભાઇની સરકાર તો ગુજરાતમાં વિકાસની ગતી આગળ લઇ જવા પાંચ વર્ષ કામ કરશે પરંતુ દિલ્હીમાં બેઠેલો આ મોદી પણ પુરી તાકાત લગાવશે.

આ પણ વાંચો:PM મોદીએ ‘મન કી બાત’માં કહ્યું, G-20 આપણા માટે મોટી તક છે, ભારત પાસે દરેક પડકારનો ઉકેલ છે

તેમજ પીએમએ જણાવ્યું હતુ કે ગુજરાતે જે મને શિક્ષણ આપ્યું , જે સંસ્કાર આપ્યા તે આજે પણ મને લેખે લાગે છે. દિલ્હી મોકલ્યો છે તો પણ હયૈ તો મારા ગુજરાતીઓ જ હોય. શૌચાલય,ગેસ કનેકશન,નળ થી જળ સહિતના અનેક કામો કર્યા છે. દસ લાખ થી વઘારે પાકા ઘરો એકલા ગુજરાતમાં બન્યા છે તેમાથી 7 લાખ ઘરોમાં લોકો રહેવા ગયા છે. આદિવાસી વિસ્તારમાં પીએમ આવાસ યોજના અંતર્ગત અંદાજે 20 હજાર ગરીબ પરિવારોને પાકા ઘર મળ્યા છે. કોરોના મહામારીમાં 80 કરોડ લોકોને મફત અનાજ, દેશમાં 200 કરોડ કરતા વધુ રસીના ડોઝ સહિતની અનેક સેવા ગુજરાતની જનતા આપી છે નું જણાવ્યું છે. ત્યારે આ જાહેરસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button