ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

વોટ આપો કે ન આપો મારા ઘરના દરવાજા સમાજ માટે ખુલ્લા રહેશે : પ્રવીણ માળી

Text To Speech

પાલનપુર : ડીસા તાલુકાના ધરપડા ગામે યોજાયેલ આજે સભામાં ભાજપના ઉમેદવારે જણાવ્યું હતું કે વોટ આપો કે ન આપો તેમના ઘરના દરવાજા સમાજ માટે હંમેશા ખુલ્લા રહેશે, તેમજ ડીસા તાલુકા પંચાયત પ્રમુખ જેવા મોટા હોદ્દા પર પણ પ્રથમવાર ઠાકોર સમાજને તેમના પિતાએ પ્રતિનિધિત્વ આપ્યું હોવાનું જણાવ્યું હતું.

ડીસામાં ચૂંટણીનો રંગ બરાબર જામ્યો છે. દરેક ઉમેદવાર મત મેળવવા માટે પ્રચાર કરી રહ્યા છે. જેમાં આજે ડીસા તાલુકાના ધરપડા ગામે ભાજપની સભા યોજાઈ હતી. આ સભામાં ડીસા તાલુકા પંચાયત પ્રમુખ ગલાબજી ઠાકોર દામા ગામના સરપંચ ઇશ્વરભાઇ દેસાઈ ભાજપ આગેવાન રસિકજી ઠાકોર, જયેશભાઇ દેસાઈ સહિત ગ્રામજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમેદવાર પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ગત ચૂંટણીમાં ધરપડા ગામમાંથી ભાજપને 500 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 1500 મત મળ્યા હતા. જેથી તેઓ મત આપનારનો આભાર માનવા અને ભાજપને મત ના આપનારને વિનંતી કરવા માટે આવ્યા છે. સાથે જ લોકો વોટ આપે કે ના આપે પરંતુ તેમના ઘરના દરવાજા હંમેશા સમાજ માટે ખુલ્લા રહેશે તેમ જણાવ્યું હતું.

ડીસા તાલુકા પંચાયત પ્રમુખ જેવા મોટા હોદા પર પ્રથમવાર ઠાકોર સમાજને મારા પિતાએ પ્રતિનિધિત્વ આપ્યું હતું

ઠાકોર સમાજની ચિંતા વ્યક્ત કરતા તેમને કહ્યું હતું કે, ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ જેવા મોટા હોદ્દા પર પણ તેમના સ્વર્ગસ્થ પિતા અને પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીએ પ્રથમવાર પ્રતિનિધિત્વ આપ્યું હતું. આ સિવાય ઠાકોર સમાજના આગેવાન રસિકજી ઠાકોરે લોકો ને ભાજપ ને વોટ આપવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, અપક્ષ ચૂંટણી લડી રહેલા લેબજીભાઈ ઠાકોર ભોળા માણસ છે એમને કોઈએ રાજકીય રીતે પતાવવાનું કાવતરું ઘડ્યું છે.એવા લોકો ને ભગવાન ક્યારેય માફ નહીં કરે અને 8 તારીખે બધા મને યાદ કરશે.

આ પણ વાંચો : જો વસ્તી કાયદો નહીં બને તો દેશની એકતા નહીં ટકી શકે, દર મિનિટે 30 બાળકોનો જન્મ થઈ રહ્યો છે- ગિરિરાજ સિંહ

Back to top button