ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 :વડાપ્રધાન મોદી આજે ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે, સુરતમાં સંબોધશે જંગી સભા

Text To Speech
  • આજે નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે
  • પીએમ એરપોર્ટથી મોટા વરાછા જશે
  • પીએમ મોદી ગોપીન ફાર્મ ખાતે સભા કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. હાલ રાજ્યમાં પુરજોશમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. દરેક રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે તનતોડ મેહનત કરી રહી છે. તેમજ મોટા મોટા નેતાઓ જંગી સભાઓ અને રોડ-શો પણ કરી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે છે. આજે પીએમ મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી એરપોર્ટ ઉતર્યા બાદ મોટા વરાછાના ગોપીન ફાર્મ સુધી બાયરોડ જશે . જેનું અંતર આશરે 32 કિલોમીટર છે. અહી ગોપીન ફાર્મ ખાતે જંગી સભા સંબોધશે.

આ સાથે પીએમ મોદીના આગમનને લઈને સભા અને રૂટ પર કોઈ અડચણ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનોની અવરજવર અને પાર્કિગ પર રોક લગાવામાં આવી છે.

સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત

પીએમની મુલાકાતને લઈને સુરતમાં ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વાહનચાલકોને અન્ય રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં DCP-14, ACP-22, PI-130 સહીત કુલ 1500 પોલીસકર્મી બંદોબસ્તમાં હજાર રહેશે. આ ઉપરાંત હોમગાર્ડ-1000, TRB-500 અને SRFની 4 કંપનીઓના જવાની પણ સુરક્ષા માટે તેનાત કરવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 :વડાપ્રધાન મોદી આજે ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે, સુરતમાં સંબોધશે જંગી સભા - humdekhengenews

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળ : શુભેંદુ અધિકારીએ કહ્યું, મમતાદીદી ટૂંક સમયમાં જ પૂર્વ મુખ્યમંત્રી હશે

ગુજરાત પ્રવાસે પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી 2 દિવસન અગુજ્રત પ્રવાસે આવશે. 2 દિવસમાં પીએમ મોદી 7′ જંગી સભાઓ સંબોધશે. જેમાં ખેડા, નેત્રંગ અને સુરતમાં સભાને સંબોધન કરશે. જયારે પીએમ મોદીની 28 નવેમ્બરન અરોજ અંજાર, જામનગર, પાલીતાણા અને રાજકોટમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ગઈકાલે 4 જિલ્લામાં 5 જનસભા સંબોધી હતી. જેમાં અમરેલી, ભાવનગર, વડોદરા, અમદાવાદ અને અમરેલી જિલ્લામાં સભાઓ ગજવી હતી. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, પરસોત્તમ રૂપાલા પ્રચાર કરી રહ્યાં છે. તેઓ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જાહેર સભાને સંબોધશે.

Back to top button