પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન પર હુમલાની તપાસ બંધ
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન પર હુમલાની તપાસ માટે રચાયેલી JITએ કામ કરવાનું બંધ કરી દીધું છે. પાકિસ્તાનના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શનિવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર 3 નવેમ્બરના હુમલાની તપાસ કરી રહેલી સંયુક્ત તપાસ ટીમ (JIT)ના વડાને સેવામાંથી સસ્પેન્ડ કર્યા પછી આ તપાસ બંધ કરી દેવામાં આવી છે.
JITના વડાને ફેડરલ સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગુલામ મહમૂદ ડોગર, લાહોર પોલીસ વડા જેમને ફેડરલ સર્વિસીસ ટ્રિબ્યુનલ દ્વારા JITના વડા બનાવવામાં આવ્યા હતા. ફેડરલ સરકાર દ્વારા તેમને સસ્પેન્ડ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જે બાદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર હુમલાના પ્રયાસની તપાસ કરી રહેલી JIT ટીમ હવે કાર્યરત નથી.
ટૂંક સમયમાં જ નવી JITના નવા વડાની નિમણૂક થશે
ઉલ્લેખનીય છે કે, લાહોર પોલીસ વડા તરીકે ગુલામ મહેમૂદ ડોગરની નિમણૂકને લઈને શાહબાઝ શરીફ સરકાર અને પંજાબ પ્રશાસન વચ્ચે વિવાદ ઊભો થયો હતો. તેમણે એ પણ માહિતી આપી હતી કે પંજાબના મુખ્યમંત્રી ચૌધરી પરવેઝ ઈલાહી ટૂંક સમયમાં જ નવી JITના નવા વડાની નિમણૂક કરશે. ડોગરને સસ્પેન્ડ કર્યા પછી પણ તેને JIT ચીફ તરીકે જાળવી રાખવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી.