હૃતિક રોશનની બહેન પશ્મિના સાથેના સંબંધો પર કાર્તિક આર્યનએ તોડ્યું મૌન
કાર્તિક આર્યનનું નામ હાલ રિતિક રોશનની પિતરાઈ બહેન પશ્મિના રોશન સાથે જોડાય રહ્યુ છે. બંને હાલ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના સમાચાર પણ વાયરલ થઈ રહ્યા છે. સારા અલી ખાન સાથેના બ્રેકઅપ બાદ કાર્તિકનું નામ પશ્મિના સાથે જોડાયુ છે, ત્યારે કાર્તિકે ખુદ આ સંબંધોને લઈને એક મોટું નિવેદન આપ્યુ છે.
આ પણ વાંચો : શું ખરેખર વિજય અને રશ્મિકા મંદન્ના કરી લીધા લગ્ન ? વાયરલ થઈ તસવીરો
અભિનેતાએ આપી પ્રતિક્રિયા
કાર્તિક આર્યને આ રિલેશન પર વાત કરતાં કહ્યું કે, “હું સમજુ છું કે હું એક સેલેબ છું અને મારા જીવનમાં ઘણી બધી વસ્તુઓ જાહેરમાં આવતી રહેશે. જો હું કોઈની સાથે મિત્રતા રાખું તો પણ તેને સંબંધનું લેબલ આપવામાં આવે છે, આવી વસ્તુઓ માત્ર એ વ્યકિતને નહિ પરંતુ ક્યારેક બીજી વ્યકિતને પણ પરેશાન કરે છે અને તેઓને પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે, હાલ ફક્ત મારું ધ્યાન મારા કામ પર છે.”
આ સિવાય સોશિયલ મીડિયાની સકારાત્મક અને નકારાત્મક બાજુઓ પર વાત કરતા કાર્તિક આર્યનએ કહ્યું કે. “જ્યારે પણ મારા વિશે સોશિયલ મીડિયા પર ખરાબ વાતો થાય છે ત્યારે મને ફરક પડે છે અને સૌથી મોટી અસર ત્યારે અનુભવાય છે, જ્યારે મેં એવું કશું કર્યું નથી, તેમ છતાં વસ્તુઓ વાયરલ થઈ રહી છે. જે તદ્દન પાયાવિહોણી વાતો છે. પરંતુ હું વસ્તુઓ સાથે ડિલ કરતા શીખી રહ્યો છું. હું સમજું છું કે ફિલ્મ સ્ટારના જીવનમાં પ્રાઈવસી રાખવી ખૂબ જ મુશ્કેલ છે.”
કાર્તિક માટે આ વર્ષ રહ્યું સફળ
કાર્તિક આર્યન તે સેલેબ્સમાંથી એક છે, જેનો બોલિવૂડમાં ડંકો વાગે છે. અભિનેતા માટે આ વર્ષ શાનદાર રહ્યું છે, કારણ કે તેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’એ બોક્સ ઓફિસ પર આ વર્ષે જબરદસ્ત કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. આ હિન્દી સિનેમાની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ રહી છે અને અહીં સુધી પહોંચવા માટે કાર્તિકે પણ ઘણી મહેનત કરી છે.