ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : રસ- રોટલીના દાતાનું ડીસામાં શિલ્ડ આપી કરાયું સન્માન

Text To Speech

પાલનપુર: ડીસા મોદી સમાજ રસ-રોટલી સમિતિ ડીસા તરફથી દર વર્ષેની જેમ ચાલુ વર્ષે મોદી સમાજનાં તમામ ભાઈ-બહેનો માટે રાજ રાજેશ્વરી શ્રી બહુચર માતાજી નીરસ રોટલી જ્ઞાતિ સમુહ ભોજન પ્રસાદનું તા. 25નવેમ્બર’22 ના રોજ આયોજન કરવામાં આવેલ હતું. ચાલુ વર્ષે રસ રોટલી સમિતિ તરફથી ડીસા રસ રોટલીના દાતા ઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શ્રી મોઢેશ્વરી બચત અને ધિરાણ સહકારી મંડળી નાં ચેરમેન વિનોદભાઈ પી. પંચીવાલાનું રસ રોટલી સમિતિ તરફથી શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

79 વખત રક્તદાન કરેલ વિનોદભાઈનું વિશેષ સન્માન

વિનોદભાઈ પી. પંચીવાલા છેલ્લાં – 22 વર્ષથી દર 3- મહીને નિયમિત રક્તદાન કરે છે. તેઓએ અત્યાર સુધી માં 79 વખત રક્તદાન કરેલ હોઈ તેમનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોદી સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ એસ. કાનુડાવાળા, આજીવન ટ્રસ્ટી દેવચંદભાઈ સી. હેરૂવાલા, માનદમંત્રી શેલૈષભાઈ એલ. મહેસુરીયા, રસ રોટલી સમિતિનાં પ્રમુખ પીનલભાઈ નાસરીવાળા, ડીસા નગરપાલિકાના સદસ્ય જગદીશભાઈ પથ્થરવાળા તેમજ રસ રોટલી સમિતિનાં તમામ કારોબારીનાં સભ્યોએ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : ચૂંટણી 2022 : ચૂંટણી ફરજ ઉપર મુકાયેલા કર્મચારીઓનું ડીસામાં યોજાયું મતદાન

Back to top button