પાલનપુર : ડીસામાં ભારતીય સંવિધાન દિન નિમિત્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરાયા
પાલનપુર : દર વર્ષે 26 નવેમ્બરે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં ઉજવણી કરવામાં આવે છે.બંધારણમાં મહત્વનું યોગદાન આપનારા અને તેના ઘડવૈયા કહેવાતા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડરને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે. ત્યારે ડીસામાં પણ ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ અને ભાજપ પક્ષના કાર્યકરો દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા કરી હતી.
ભારતીય બંધારણને આજે 70 વર્ષ પૂર્ણ થયા છે. ડૉ.ભીમરાવ આંબેડકરને બંધારણના જનક ગણવામાં આવે છે. 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણ અપનાવવામાં આવ્યું અને સાથે જ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ દિવસે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ડીસા એરપોર્ટ ચાર રસ્તા પર આવેલી પ્રતિમા ખાતે પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી.
ડીસામાં કોંગ્રેસના ઉમેદવાર સંજય રબારી સહિત કોંગ્રેસી કાર્યકરોએ ઉપસ્થિત રહી બંધારણ બનાવવામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના યોગદાનને અમૂલ્ય ગણાવ્યું હતું. જ્યારે ભાજપ કાર્યકરો દ્વારા પણ બાબા સાહેબને ફૂલહાર પહેરાવી તેમને આદરાંજલી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : અગ્રેસર ગુજરાતનો ભાજપનો સંકલ્પ પત્ર જાહેર, જાણો શું છે મુખ્ય હાઇલાઇટ્સ