ગુજરાતચૂંટણી 2022

ગુજરાત ઇલેક્શન 2022: જસદણનો કિલ્લો જીતી શકશે કોંગ્રેસ? કોળી સમાજ પર કેમ છે નજર?

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચુંટણીઓમાં જસદણ સીટ પર સખત મુકાબલો થવા જઇ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી પક્ષ બદલીને આવેલા કુંવરજી બાવળિયા પર ભરોસો કરી રહી છે, તો કોંગ્રેસને બાવળિયાના કોળી સમાજના સમર્થનમાં આ બેઠક પોતાની પાસે જ રહેવાની આશા છે. બાવળિયા 2018માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા અને પેટા ચુંટણીઓમાં આ સીટ જાળવી રાખી હતી, પરંતુ પાંચ વખતના ધારાસભ્યને આ વખતે તેમને અગાઉ તેમના જ અત્યંત નજીક ગણાતા કોળી નેતા ભોલાભાઇ ગોહિલની સખત ટક્કર મળી રહી છે. ભોલાભાઇને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે.

કોળી સમુદાયના છે એક લાખ લોકો
રાજકોટ જિલ્લાનું જસદણ પછાત મતદાન ક્ષેત્રોમાં આવે છે. આ બેઠક પર ગુજરાત વિધાનસભાની ચુંટણીઓમાં પહેલા તબક્કામાં એટલે કે 1 ડિસેમ્બરે મતદાન થશે. આ મતદાન ક્ષેત્રમાં લગભગ 2.6 લાખ મતદાતા છે, જેમાં કોળી સમાજના લગભગ 1 લાખ લોકો છે અને લગભગ 60,000 પાટીદાર છે. અન્ય મતદાતાઓમાં બીજા પછાત વર્ગો અને દલિત તેમજ મુસલમાનો સામેલ છે.

કોંગ્રેસની કોળી સમાજની વોટ બેંક પર નજર
આ મતદાન ક્ષેત્રને પ્રતિબદ્ધ કોળી વોટબેન્કના લીધે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ભાજપ અહીં પેટાચુંટણી જીત્યુ છે. કોળી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સંખ્યાની દ્રષ્ટિએ એક મોટો સમુદાય છે. તટીય ક્ષેત્રોમાં તેમની સારી એવી સંખ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ બેઠક પર સૌની નજર છે.

ગુજરાત ઇલેક્શન 2022: જસદણનો કિલ્લો જીતી શકશે કોંગ્રેસ? કોળી સમાજ પર કેમ છે નજર? hum dekhenge news

કુંવરજી સતત ચાર વખત જસદણ બેઠક પર વિજયી
વર્ષ 1995થી બાવળિયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે સતત ચાર વખત વર્ષ 1995, 1998, 2002 અને 2007માં જસદણ બેઠક પરથી વિજયી બન્યા હતા. તેઓ વર્ષ 2009માં રાજકોટ બેઠકથી લોકસભા માટે પસંદ થયા હતા. તેઓ વર્ષ 2014માં રાજકોટથી ભાજપના ઉમેદવાર સામે લોકસભાની ચુંટણીઓ હારી ગયા હતા. કોંગ્રેસે તેમને ફરી વખત જસદણ વિધાનસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યા અને તેઓ જીત્યા હતા. 2017માં બાવળિયા અને પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વમાં મતભેદ થતા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. 2018માં ભાજપની ટિકિટ પર તેમણએ જસદણ વિધાનસભા પેટાચુંટણીમાં જીત મેળવી હતી.

આ પણ વાંચોઃ દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે ફાની દુનિયા છોડી ગયા

Back to top button