જાણો શું કહ્યુ ડો. દર્શિતા શાહએ આવનાર વિધાનસભા ચૂંટણીની રણનીતિને લઈને
રાજકોટ પશ્ચિમની હાઈ પ્રોફાઈલ ગણાતી બેઠક પર આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ડો. દર્શિતાબેન શાહને ઉમેદવારી કરવા મેદાને ઉતાર્યા છે. ત્યારે આ બેઠકની વાત કરવામાં આવે તો અગાઉ અહીંથી વજુભાઈ વાળા, નરેન્દ્રભાઈ મોદી, તેમજ વિજયભાઈ રુપાણી પણ ચૂંટણી લડી ચૂક્યા છે. ત્યારે સંઘનું મહત્વ ધરાવતી આ બેઠક પર મહિલા ઉમેદવાર કે જેઓ મનપાના બે ટર્મથી ચૂંટાઈ આવતા ડેપ્યુટી મેયર છે તેમજ વ્યવસાયે એક તબીબ છે તે આ વખતે આ બેઠક પરથી ઉમેદવારી કરી રહ્યા છે. ત્યારે હમ દેખેંગેની ટીમે ડો. દર્શિતાબેન સાથે વાત કરી હતી અને આ વખતની ચૂંટણીને લઈને અનેક પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો:ગુજરાત ચૂંટણીમાં ભાજપે દેખાડી તાકાત, ત્રણ અઠવાડિયામાં મોટા નેતાઓએ કરી 150થી વધુ સભાઓ
પશ્ચિમ રાજકોટની બેઠકના ઉમેદવાર દર્શિતાબેનને ચૂંટણીને લઈને તેમની રણનીતિ અંગે પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે કોઈ પણ ચૂંટણીને આપણે જંગની જેમ જ લેતા હોઈએ છે ત્યારે એક સૈનિકની જેમ દિવસ રાત ઘરે ઘરે જઈને લોકોને મતદાન કરવા જાગૃત કરી રહ્યા હોવાનુ જણાવ્યું હતુ આ સાથે તેમણે તે પણ જણાવ્યુ હતુ કે મતદાતાઓનો પણ તેમને ખુબ જ સપોર્ટ મળી રહ્યો છે તેમજ લોકો તેમને કંકુ ચોખાથી વધાવી તેમનુ સ્વાગત પણ કરી રહ્યા છે. આ સાથે તેઓ ડેપ્યુટી મેયર છે તેમજ તબીબ પણ છે અને હવે ઉમેદવાર તો આ બધાની વચ્ચે પરિવારને કેવી રીતે સમય આપી શકો છો નું પુછતા તેમણે જણાવ્યું હતુ કે તેઓ આ બધુ જ ટાઈમ મેનેજમેન્ટ સાથે સંભાળી રહ્યા છે. તેમજ તેમને તેમના પરિવાર તરફથી પણ ઘણો સપોર્ટ મળી રહ્યો હોવાનુ જણાવ્યુ હતુ.