ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસના પૂર્વ MLA આસિફ મોહમ્મદ ખાનની ધરપકડ, જાણો- શું છે આરોપ ?

Text To Speech

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આસિફ મોહમ્મદ ખાનની પોલીસને ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. વાયરલ થયેલા વીડિયોમાં તે દિલ્હી પોલીસના સબ ઈન્સ્પેક્ટર સાથે ગેરવર્તન કરતો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં તે સબ ઈન્સ્પેક્ટર સાથે દુર્વ્યવહાર કરતો, ધક્કો મારતો અને ધમકી આપતો જોવા મળ્યો હતો. આસિફ મોહમ્મદ ખાન કેરળના રાજ્યપાલ આરિફ ખાનના ભાઈ છે.

આસિફ ખાન શાહીન બાગમાં એક નુક્કડ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન એક SIએ ચૂંટણી પંચની પરવાનગી વિશે પૂછ્યું. એસઆઈની આ વાત પર આસિફ ખાન ગુસ્સે થઈ ગયો અને તેની સાથે ગેરવર્તન કર્યું. પૂર્વ ધારાસભ્યએ માત્ર અપશબ્દો જ નહી પરંતુ ધક્કો માર્યો અને ધમકી આપતા કહ્યું કે તે તેને ભૂત બનાવી દેશે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એસઆઈ સહિત ત્રણ પોલીસકર્મીઓ લોકોની વચ્ચે ઉભા છે અને આસિફ તેમને લાઉડસ્પીકર દ્વારા ધમકી આપી રહ્યો છે. આ દરમિયાન આસિફના સમર્થકો પણ આ પોલીસકર્મીઓને ધક્કો મારતા જોવા મળ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ શાહીનબાગ પોલીસે સબ ઈન્સ્પેક્ટર પ્રમુખની ફરિયાદ પર આસિફ ખાન અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ કલમ 186, 353 હેઠળ કેસ નોંધ્યો છે.

Back to top button