IND vs NZ: પ્રથમ વન-ડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું
આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે મેચ રમાયી. જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ વન-ડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 306 રન બનાવ્યા હતા. ત્યારે જવાબમાં ન્યુઝીલેન્ડે 47.1 ઓવરમાં 3 વિકેટના નુકસાન સાથે 309 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડ તરફથી વિકેટ કીપર બેટ્સમેન ટોમ લાથમે 145 અને કેપ્ટન કેન વિલિયમસને 94 રનની ઇનિંગ રમી હતી.
ભારતે કર્યા 307 રન
ભારત તરફથી શ્રેયસ અય્યરે 80 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. જયારે કેપ્ટન શિખર ધવને 72 રન કર્યા હતા. શુભમન ગિલ 50, વોશિંગ્ટન સુંદર 16 બોલમાં 3 ફોર અને 3 સિક્સ ફટકારી, સંજુ સેમસને 36 રનની ઇનિંગ રમી હતી. ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 306 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથી અને લોકી ફર્ગ્યુસને 3-3 વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી વિકેટ કીપર બેટ્સમેન ટોમ લાથમે 145 રનની ઇનિંગ રમી હતી. લાથમે આ દરમિયાન 5 સિક્સર અને 19 ફોર ફટકારી હતી. કેન વિલિયમસને અણનમ 94 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : અમિતાભ બચ્ચનના નામ, ફોટા અને અવાજના ઉપયોગ અંગે કોર્ટે કર્યો આદેશ
ભારત તરફથી બે ખેલાડીઓએ ડેબ્યૂ કર્યુ
ભારત તરફથી ઉમરાન મલિક અને અર્શદીપ સિંહે ડેબ્યૂ કર્યુ હતુ. ડેબ્યૂ મેચમાં અર્શદીપ અને ઉમરાન મલિક બન્ને મોંઘા સાબિત થયા હતા. અર્શદીપે 8.1 ઓવરમાં 68 રન આપ્યા હતા અને કોઇ વિકેટ ઝડપી શક્યો નહતો. જ્યારે ઉમરાન મલિકે 10 ઓવરમાં 66 રન આપ્યા હતા અને 2 વિકેટ ઝડપી હતી. ઉમરાન મલિકે ડેવોન કોનવેય અને મિશેલની વિકેટ ઝડપી હતી.