ચૂંટણી 2022ટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’માં લાગ્યા ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારાઃ ભાજપ-કોંગ્રેસ સામ સામે

Text To Speech

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન મધ્યપ્રદેશના ખરગોન શહેરમાં મોટો વિવાદ થઇ ગયો છે. ભાજપનો આક્ષેપ છે કે યાત્રા દરમિયાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના વિવાદિત નારા લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસે તેને ભાજપની સાજિશ ગણાવી છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે દોષિયો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'માં લાગ્યા 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારાઃ ભાજપ-કોંગ્રેસે શું કહ્યુ? hum dekhenge news

ભાજપના નેતાઓએ શું કહ્યુ?
આ વિવાદ સામે આવ્યા બાદ બંને પક્ષોના નિવેદનો બાદ શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કર્યુ છે કે ‘ભારત જોડો યાત્રા’માં વિવાદિત નારા લાગવા, આ ભારત જોડવાનું છે કે પછી ભારત તોડનારા લોકોને સાથે જોડવાના છે? કે પછી ભારતને તોડવાનું છે? વિવાદિત નારા લગાવનાર વ્યક્તિ કોઇપણ ભોગે નહીં બચે, તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. મધ્યપ્રદેશના ભાજપા અધ્યક્ષ વીડી શર્માએ વીડિયો ટ્વીટ કરીને આરોપ લગાવ્યા છે કે ખરગોનમાં જાહેરમાં વિવાદિત નારાથી કોંગ્રેસની દેશ તોડવાની માનસિકતા સ્પષ્ટ થઇ છે. આ નિંદનીય કૃત્ય માટે રાહુલે આખા દેશની માફી માંગવી જોઇએ.

વિવાદ પર કોંગ્રેસની સ્પષ્ટતા
કોંગ્રેસના મીડિયા પ્રભારી જયરામ રમેશે તેની પર પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યુ છે કે ખુબ જ સફળ ‘ભારત જોડો યાત્રા’ને બદનામ કરવા માટે ભાજપાએ ડર્ટી ટ્રિક્સ વિભાગ દ્વારા સંપાદિત એક વીડિયો પ્રસારિત કર્યો છે. અમે તાત્કાલિક આવશ્યક કાર્યવાહી કરી રહયા છીએ. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના પ્રવક્તા કેકે મિશ્રાએ ભાજપના આરોપોનું ખંડન કરતા કહ્યુ કે અમે યાત્રામાં આવા કોઇ નારા સાંભળ્યા નથી. રાહુલ ગાંધીના સમર્થનમાં હજારો લોકો આવી રહ્યા છે તેથી ભાજપ ધુંઆપુંઆ છે. કોઇએ સંઘ કે ભાજપની વિચારધારાવાળા વ્યક્તિને રેલીમાં મોકલ્યો હશે.

આ પણ વાંચોઃ રાજકીય ગરમાવો : મનસુખ વસાવાએ કર્યા છોટુ વસાવાના વખાણ

Back to top button