લાઈફસ્ટાઈલ

ઠંડીમાં કેમ વધી જાય છે સાંધાનો દુખાવો? રાહત મેળવવા ફોલો કરો આ ટિપ્સ

  • ઠંડી તમારો સમય મુશ્કેલ બનાવે તે પહેલા ચેતો
  • એક્સર્સાઇઝ કરવાથી મેટાબોલિક હીટ વધશે

ઠંડીની સીઝનમાં વ્યક્તિએ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાંથી એક છે આર્થરાઇટિસના લીધે થતો દુઃખાવો. ઠંડીના કારણે આર્થરાઇટિસ થાય છે તેવું પણ નથી, પરંતુ ઠંડીમાં આર્થરાઇટિસના કારણે થતા દર્દમાં ખુબ જ વધારો થાય છે. આ અંગે એક્સપર્ટનું કહેવુ છે કે એવા ઘણાં કારણો છે જે આર્થરાઇટિસથી પીડાતા લોકો માટે ઠંડીની સીઝન મુશ્કેલ બનાવે છે. ઠંડીમાં આ સમસ્યાથી પીડાતા લોકોએ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે.

ઠંડીમાં આર્થરાઇટિસ વધવાનું એક કારણ રક્ત કોશિકાઓનું સંકોચાવુ પણ છે. આર્થારાઇટિસની સમસ્યાથી છુટકારો મેળવવો ખુબ જ મુશ્કેલ છે, તેથી લોકોને ચાલવા, ઉઠવા-બેસવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જોકે આ પડકારોને લાઇફસ્ટાઇલમાં કેટલાક પરિવર્તનો કરીને સરળતાથી દુર કરી શકાય છે.

ઠંડીમાં કેમ વધી જાય છે સાંધાનો દુખાવો? રાહત મેળવવા ફોલો કરો આ ટિપ્સ hum dekhenge news

એક્સર્સાઇઝ ન છોડો
ઠંડીમાં આર્થરાઇટિસની સમસ્યાથી બચવા માટે જરૂરી છે કે તમે એક્ટિવ રહો, રેગ્યુલર એક્સર્સાઇઝ કરો, યોગ્ય પોશ્વરને મેઇન્ટેન કરો, વધુ હેવી એક્સર્સાઇઝ કરવાથી બચો. આપણે ઠંડીના લીધે એકસર્સાઇઝ કરવાનું છોડી દેતા હોઇએ છે. તમે તડકામાં ચાલી શકો છો અથવા તો જિમ એક્ટિવીટીઝ પણ કરી શકો છો. તેના કારણે તમારી મેટાબોલિક હીટ વધે છે.

હેલ્ધી વસ્તુઓ ખાવ
ઠંડીની સીઝનમાં આર્થારાઇટિસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે જરૂરી છે કે તમે હેલ્ધી વસ્તુઓ ખાવ. ફળો, શાકભાજી, નટ્સ અને સિડ્સનુ સેવન કરો. આ ઉપરાંત રોજ વિટામીન ડી સપ્લિમેન્ટ્સ લેવા પણ તમારા માટે ફાયદાકારક રહેશે. બેલેન્સ ડાયેટ લો.

ગરમ કપડાં પહેરો
ઠંડીની સીઝનમાં ગરમ કપડાં પહેર્યા વગર આમ તેમ ન ફરો. ઠંડીની ઋતુમાં જરૂરી છે કે તમે ગરમ કપડાં ખાસ પહેરો અને હાથ તેમજ પગને ઢાંકેલા રાખો, સાંધાને પણ કવર કરીને રાખો. ક્યારેક ક્યારે સવારનો કે બપોરનો તડકો લો.

ઠંડીમાં કેમ વધી જાય છે સાંધાનો દુખાવો? રાહત મેળવવા ફોલો કરો આ ટિપ્સ hum dekhenge news

જોઇન્ટ્સની બહારની સ્કીનનું ધ્યાન રાખો
ઠંડીમાં આર્થરાઇટિસથી બચવા માટે જરૂરી છે કે તમે તમારા જોઇન્ટ્સની બહારની સ્કીનનો ખાસ ખ્યાલ રાખો. જો તે સ્કીન ડ્રાય થશે તો તમને સાંધામાં દુઃખાવો થવા લાગશે. વિટામીન એ અને ઇ યુક્ત મોઇશ્વરાઇઝરનો ઉપયોગ કરો.

વજન વધવા ન દો
એક્સર્સાઇઝ કરતી વખતે તમારા સાંધાઓનો ખાસ ખ્યાલ રાખો. યોગ્ય રીતે બેસવા, ઉભા રહેવા અને ચાલવાથી તમે આર્થરાઇટિસનો દર્દ ઘટાડી શકો છો. આ ઉપરાંત એ વાત ખાસ જરૂરી છે કે તમે તમારા વજનને વધવા ન દો. વજન વધવાથી તમારા શરીરનો બધો ભાર ઘુંટણ પર આવી જાય છે. તેથી દુખાવો વધી જાય છે.

આ પણ વાંચોઃ માફી પછી પણ વિરોધ યથાવત્, અક્ષય બાદ આ એક્ટરે રિચા ચઢ્ઢાના ટ્વિટને શરમજનક ગણાવ્યું

Back to top button