ગુજરાતચૂંટણી 2022

રાજકીય ગરમાવો : મનસુખ વસાવાએ કર્યા છોટુ વસાવાના વખાણ

  • ભરૂચ: ભાજપના સાંસદનો છોટુ વસાવા તરફ ઝુકાવ ?
  • મનસુખ વસાવાએ છોટુ વસાવાના કાર્યને બિરદાવ્યું
  • વીડિયો વાયરલ થયા બાદ કરી સ્પષ્ટતા

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાનો વિડીયો થયો વાયરલ. તેમાં તેઓ ઝળહળિયા બેઠક પરથી અપક્ષતી ચૂંટણી લડી રહેલા છોટુ વસાવાના વખાણ કરતા જોવા મળે છે. ત્યારબાદ મનસુખ વસાવાએ તેમના આ નિવેદન પર સ્પષ્ટતા પણ કરી છે.

મનસુખ વસાવાએ છોટુ વસાવાના કાર્યને બિરદાવ્યું

ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપની એક જાહેરસભામાં છોટુ વસાવાના વખાણ કર્યા હતા. તે વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ‘છોટુ વસાવા આદિવાસીઓના હક અધિકાર માટે લડ્યા છે. છોટુભાઈ આદિવાસીઓના હક માટે અને અધિકારો માટે લડ્યા છે એ સ્વીકારવું પડે.’ આ લોકોને કહેવું પડે.

મનસુખ વસાવાએ આપી સ્પષ્ટતા

વીડિયો વાયરલ થયા બાદ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ‘કેટલાક લોકો પ્રશ્ન પૂછે કે શું છોટુભાઈએ કશું નથી કર્યું? ત્યારે મેં કહ્યું છે કે છોટુભાઈ વસાવા આદિવાસીઓના હક માટે લડતા આવ્યા છે. પરંતુ એકલા બીટીપી કે એકલી તાકાતથી સરકાર બનાવી શકતા નથી. બે કે ત્રણ ધારાસભ્ય વર્ષોથી આવ્યા છે.’

ઝઘડિયાથી છોટુ વસાવાએ નોંધાવી છે અપક્ષ ઉમેદવારી

ગુજરાતના રાજકારણમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે છોટુભાઈ વસાવાને નહીં ઓળખતું હોય. છેલ્લા લગભગ ચાર દાયકાથી ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનું નામ એકબીજા સાથે જોડાયેલ છે. આ વખતે વસાવાના પરિવારમાંથી ટિકિટને પિતા-પુત્ર સમ-સામે આવ્યા હતા. બીટીપી પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ પિતાના બદલે ઝઘડિયા સીટ પર પોતાનું નામ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો હતો. જે બાદ છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોધાવતા ગુજરાતના રાજકારણમાં ગરમાયો હતો. જે બાદ મહેશ વસાવાએ ફોર્મ પાછુ ખેંચી લીધું હતું.

આ પણ વાંચો : માફી પછી પણ વિરોધ યથાવત્, અક્ષય બાદ આ એક્ટરે રિચા ચઢ્ઢાના ટ્વિટને શરમજનક ગણાવ્યું

રાજકીય ગરમાવો : મનસુખ વસાવાએ કર્યા છોટુ વસાવાના વખાણ - humdekhengenews

આદિવાસીઓના અધિકારો માટે લડે છે છોટુ વસાવા

દક્ષિણ ગુજરાતમાં એક સમયે આદિવાસી નેતા અમરસિંહ ચૌધરીનું વર્ચસ્વ હતું. અમરસિંહ ચૌધરી કોંગ્રેસના નેતા હતા. તેમના પછી આદિવાસી નેતા છોટુ વસાવાએ ભરૂચની ઝગડિયા બેઠક પર પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. 1990થી સતત જીતનો રેકોર્ડ છોટુ વસાવાના નામે નોંધાયેલો છે. આદિવાસીઓના જમીન અધિકારો માટે લડનાર છોટુ વસાવા થોડા જ સમયમાં લોકપ્રિય બની ગયા.

છોટુ વસાવા ક્યારેય ચૂંટણી હાર્યા નથી

છોટુ વસાવાએ 2002ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતીને ભાજપને સમર્થન આપ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં ભાજપને 30માંથી 16 બેઠકો મળી છે. 2002થી છોટુ વસાવા ભાજપ સાથે સતત ચૂંટણી લડી રહ્યા છે. છોટુ વસાવાનું કદ વધતું ગયું અને કોંગ્રેસ આ બેઠક પર નબળી પડી. જો બાદ છોટુ વસાવાએ ભાજપ છોડીને પોતાની પાર્ટી BTP બનાવી છે અને તેઓ તેમની પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. છોટુ વસાવાના નામે રેકોર્ડ જીત નોંધાઈ છે. જ્યારથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યારથી તેઓ એક પણ ચૂંટણી હાર્યા નથી. તેઓ આ વખતે પણ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે.

Back to top button