ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

શું વાત કરો છો ! 1 લાખની છત્રી પણ કેમ નથી રોકતી વરસાદ?

Text To Speech

લોકો છત્રી વરસાદથી બચવા એટલે કે પલડાય નહીં તેના માટે લેતા હોય છે. ધોધમાર વરસાદ હોય, તેનાથી બચવા માટે તમે છત્રી ખોલો અને પરંતુ, છત્રી ખોલતાની સાથે જ તમે પલડી જાઓ તો ? તમને એવું લાગશે કે આવી તો વળી મજાક હોતી હશે કંઈ ! હવે આને તમે મજાક સમજો કે જે સમજો તે. પણ, દુનિયાની જાણીતી બે કંપનીઓએ સાથે મળીને બનાવી છે રૂપિયા 1 લાખની છત્રી. જે ખોલતાની સાથે તમે વરસાદથી બચશો નહીં પણ પલડી જશો.

1 લાખની છત્રી પણ નથી રોકતી વરસાદ

સૌથી સસ્તી વસ્તું મળતી હોય તો ચાઈનાની. જી હાં, ચાઈનાની ચીજ-વસ્તુઓ સસ્તામાં સસ્તા ભાવે મળી જાય છે. પરંતુ, વિશ્વની ટોપ બ્રાન્ડ Gucci અને સ્પોર્ટસવેર બ્રાન્ડ Adidas કંપનીએ સાથે મળીને એક એવી છત્રી બનાવી છે. જે બીજી છત્રી જેવી છત્રી જ છે પણ તે વરસાદ રોકી શકતી નથી. આ છત્રીએ આજકાલ માત્ર ચીન નહીં પણ પૂરી દુનિયામાં મચાવી છે ધમાલ. સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી આ છત્રી બન્ને બ્રાન્ડ્સે કેટલા રૂપિયામાં બનાવી એ તો ખબર નથી. પણ Gucci અને Adidas કંપની 1 લાખ 27 હજાર રૂપિયામાં લોકોને પધરાવી રહી છે દુનિયાની સૌથી આ અનોખી છત્રી.

સોશિયલ મીડિયા પર છવાઈ છત્રી
Gucci અને Adidas કંપનીએ બનાવેલી આ છત્રી 11, 100 યુઆન એટલે કે ઈન્ડિયન કરન્સીમાં 1 લાખ 27 હજાર રૂપિયામાં વેચાઈ રહી છે. ચીનની સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર તેનો હેશટેગ આવતાની સાથે જ આ અનોખી છત્રીને ગણતરીના કલાકોમાં 140 મિલિયન લોકોએ જોઈ હતી. Gucci અને Adidas કંપનીએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર આ છત્રીની એડ મૂકી ચોખ્ખું એવું પણ લખ્યું છે કે, 1 લાખથી વધુ રૂપિયામાં વેચાતી આ છત્રી વરસાદને રોકતી નથી, પરંતુ, તેનો ઉપયોગ તડકામાં શેડ અને ફેશન શો તરીકે કરી શકાય છે.

Gucci અને Adidasએ બનાવી છત્રી

રિપોર્ટ્સ અનુસાર, આ છત્રી ઈટાલીમાં બનાવવામાં આવી છે અને લાકડીના હેન્ડલના આધાર પર તૈયાર કરવામાં આવી છે. લીલા અને લાલ રંગના વેબ ઉપર કપડું ચઢાવીને આ છત્રીનો લૂક પૂરો કરવામાં આવ્યો છે. જેમાં ‘Adidas’ અને નીચે હેન્ડલ ઉપર ‘Gucci’નું ચિહ્ન છે.

વરસાદના પાણીથી બચવા માટે આ છત્રી કોઈ કામની નથી. સામાન્ય રીતે 100થી 500 રૂપિયાની કિંમતમાં વેચાતી છત્રીને નતનવા રંગરૂપ સાથે બન્ને કંપનીઓ સવા લાખમાં વેચી રહી છે.1 લાખ રૂપિયા ખર્ચ કરવા છતાં આ છત્રી વરસાદથી તો નહીં જ બચાવે. ત્યારે યૂઝર્સ હવે આ છત્રીની મજાક ઉડાવી રહ્યા છે.

Back to top button