વડાપ્રધાન મોદી સાથે જોવા મળેલા 104 વર્ષના માણેકબા કોણ છે અને શું કામ પીએમે તેમને દિલ્હીનું આમંત્રણ આપ્યું ?
ચૂંટણી પ્રચાર સાથે કેટલીક યાદો અને કેટલાક લોકોની મુલાકાત પણ ચર્ચાનો વિષય બની જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે બાવળા ખાતે સભા સંબોધી હતી ત્યારે વડાપ્રધાન મોદી માણેકબેનને મળ્યા હતા જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સૌ કોઈનો એક જ સવાલ છે કે કોણ છે માણેકબા ? તો આવો જાણીએ.
માણેકબા પરીખ ભાજપના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખના 104 વર્ષના વડ સાસુ છે. જેઓ વર્ષોથી ભાજપના સમર્થક રહ્યા છે અને તેઓ વડાપ્રધાન મોદીને પણ સાંભળતા રહે છે. જ્યારે બાવળામાં હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરતા જ PM મોદીએ 104 વર્ષના માણેકબેનને મળીને તેમના આશીર્વાદ લીધા હતા અને તેમને કહ્યું હતું કે, તમારે 106 વર્ષ સુધી જીવવાનું છે અને 2024માં મારા વડાપ્રધાન પદના શપથ સમારોહમાં આવવાનું છે.અત્યારથી જ હું તમને આમંત્રણ આપું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભા દરમિયાન પોતાની શાલિનતા અને લોકોની સાથે તેમની આત્મીયતા જાળવી રાખે છે. જેના કારણે જ તેમની લોકપ્રિયતા વધતી રહેતી હોય છે. અગાઉ બે દિવસ પહેલા દાહોદમાં પણ PM મોદીએ સભાને સંબોધી હતી. આ સમયે પણ તેઓ 103 વર્ષના સુમનભાઈ ભાભોરને ભેટી પડ્યા હતા. વડાપ્રધાને તેમની સાથેની આ તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, દાહોદની આ ખાસ પળ છે જ્યારે 103 વર્ષના સુમનભાઈ મને આશીર્વાદ આપવા આવ્યા હતા.
આ પણ વાંચો : અમિત શાહનો હુંકાર, કહ્યું- ઈતિહાસને તોડી-મરોડીને નહીં ગૌરવમય બનાવવો જોઈએ
ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓની ફોજ પ્રચાર માટે ઉતારવામાં આવી છે. તે દરમિયાન અમિત શાહ હોય કે મોદી તમામ નેતા લોકોની વચ્ચે પોતાની લોકચાહના વધુ સારી રીતે મેળવતા રહે છે. અને તેના કારણે જ તેમની વધુન વધુ ગાઢ સંબંધોનું નિર્માણ થતું રહે છે.