‘ભાજપે અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડ્યું’, જાણો- કોણે લગાવ્યો આરોપ
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે BJPએ ગુજરાત અને MCD ચૂંટણીમાં હારના ડરથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેમાં દિલ્હીના સાંસદ મનોજ તિવારી સામેલ હતા. સિસોદિયાએ કહ્યું, પરંતુ આમ આદમી પાર્ટી આવી ક્ષુદ્ર રાજનીતિથી ડરતી નથી.
#WATCH | Delhi: Manoj Tiwari has threatened Kejriwal, which makes it clear that BJP is conspiring to murder (Delhi CM) Arvind Kejriwal… will submit a complaint in the election commission, also file an FIR: Dy CM Manish Sisodia in a PC pic.twitter.com/TnUXEQRhE0
— ANI (@ANI) November 25, 2022
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ પોલીસ કમિશનરને આરોપોની સંજ્ઞાન લેવાનો નિર્દેશ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉપરાજ્યપાલે નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા સહિત AAP નેતાઓના ટ્વીટ અને નિવેદનોની નોંધ લીધી છે અને પોલીસ કમિશનરને આવી ઘટના ન બને તેની ખાતરી કરવા જણાવ્યું છે.
મનોજ તિવારી પર આરોપ
સિસોદિયાએ ટ્વીટ કર્યું, “ગુજરાત અને MCD ચૂંટણીમાં હારના ડરથી ભાજપ અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યું છે. તેમના સાંસદ મનોજ તિવારી ખુલ્લેઆમ તેમના ગુંડાઓને અરવિંદજી પર હુમલો કરવા માટે કહી રહ્યા છે અને તેના માટે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું છે. અમે તેમની ક્ષુદ્ર રાજનીતિથી ડરતા નથી, હવે જનતા તેમની ગુંડાગીરીનો જવાબ આપશે.
#WATCH | Dy CM Manish Sisodia denies the allegation, says, "You cannot connect the death with ticket, it's wrong." pic.twitter.com/vKALoPek19
— ANI (@ANI) November 25, 2022
લોકો જડબાતોડ જવાબ આપશે – સિસોદિયા
અગાઉ, આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે દિલ્હીના લોકો ભારતીય જનતા પાર્ટી ને યોગ્ય જવાબ આપશે જે MCDમાં તેના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન તેની પ્રાથમિક જવાબદારી નિભાવવામાં “નિષ્ફળ” રહી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન છે.
સિસોદિયાએ કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીના રહેવાસીઓ નાગરિકો ‘કંટાળી ગયા છે’ અને આ વખતે તેઓ વિકાસ માટે કામ કરતી પાર્ટીને પસંદ કરશે. તેમણે કહ્યું, “લોકો કહે છે કે ભાજપ છેલ્લા 15 વર્ષથી MCDમાં જનતા સાથે છેતરપિંડી કરી રહી છે. લોકો પોતાના કચરાના ગેરવહીવટથી પણ કંટાળી ગયા છે. આ વખતે લોકો તે પક્ષને પસંદ કરશે જે વિકાસ માટે કામ કરે. MCD ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
સિસોદિયાના આરોપ પર મનોજ તિવારીનો જવાબ
મનીષ સિસોદિયાએ લગાવેલા ગંભીર આરોપ પર ભાજપ નેતા મનોજ તિવારીએ વળતો જવાબ આપ્યો છે.
I've only expressed my concern towards Kejriwal's safety. His MLAs are being beaten & one of party's worker has died, situation is of concern to me. This script of murder & threat to murder by AAP is an old one, only year changes, their allegations remain same: Manoj Tiwari, BJP pic.twitter.com/jll44ZwD5h
— ANI (@ANI) November 25, 2022