ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ધાર્મિક સ્થાન તોડવાના મામલે આબુરોડ સજ્જડ રહ્યું બંધ

Text To Speech

પાલનપુર : રાજસ્થાનના આબુરોડના સાતપુરમાં ધાર્મિક સ્થાનને વહીવટી તંત્ર દ્વારા બુધવારે સવારે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્ટના આદેશના પગલે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેના પગલે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં કેટલાક પોલીસ કર્મીઓને ઈજા થવા પામી હતી. જેથી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

ધાર્મિક સ્થાન તોડવાના મામલે આબુરોડ સજ્જડ બંધ રહ્યું

આ સમગ્ર ઘટનાના આબુરોડમાં તીવ્ર પ્રત્યાઘાત પડયા હતા. અને લોકોમાં રોષ ફેલાયો હતો. જ્યારે ગુરુવારે કેટલાક હિન્દુ સંગઠનો એ આબુરોડ શહેર બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે ગુરુવારે સવારે હિન્દુ સંગઠનોના કાર્યકરોએ શહેરમાં ફરીને તમામ બજારો બંધ કરાવી હતી. પરિણામે આબુરોડ શહેરના તમામ બજારો બંધ થતા માર્ગો સુમસામ બની ગયા હતા.

હિંદુ સંગઠનોએ રોષ વ્યક્ત કર્યો, મંદીર ની જગ્યાએ હનુમાન ચાલીસાનું પઠન કરાયું

બંધ દરમિયાન પ્રદેશ મંત્રી સુરેશ સિંદલ, પાલિકા પ્રમુખ મગદાન ચારણ, મંડળ અધ્યક્ષ દિનેશ ખંડેલવાલ, મંડળ મહામંત્રી પ્રવીણ રાઠોડ, દશરથસિંહ રાવ સહિત વિવિધ હિન્દુ સંગઠનનો ના લોકોએ બંધ પાળવા માટે લોકોને અપીલ કરી હતી. જ્યારે ધાર્મિક સ્થાન જે જગ્યાએથી વહીવટી તંત્ર દ્વારા હટાવવામાં આવ્યું હતું. તે જગ્યા ઉપર જઈને લોકોએ હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું અને શ્રી રામના નામનો જય ઘોષ કર્યો હતો.

આબુરોડ -humdekhengenews

આબુરોડ -humdekhengenews

જ્યારે આબુરોડ રિકો પોલીસ સ્ટેશનના અધિકારી હરચંદ દેવાસી એ જણાવ્યું હતું કે, પોલીસ કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવા અને પોલીસ ઉપર પથ્થરમારો કરવા તેમજ રસ્તા ચક્કાજામ કરવા બદલ અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 19 લોકો સામે નામ જોગને 150 અન્ય લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button