શાસ્ત્રોમાં ધન સંબંધિત કેટલાક વિશેષ નિયમો જણાવાયા છે. આ નિયમો અનુસાર કેટલીક એવી વાતો જણાવાઇ છે કે રાતે સુતી વખતે એ બાબતોનુ ધ્યાન રાખવુ જોઇએ. એવી માન્યતા છે કે રાતે સુતા પહેલા જો આ નિયમોનુ પાલન કરવામાં આવે તો તમારા ઘરમાં પૈસાની કમી નહીં આવે. જો કેટલીક બાબતોનુ ધ્યાન નહીં રાખવામાં આવે તો તમારા ઘરમાં ખર્ચા વધશે અને આર્થિક તંગીનો સામનો કરવો પડશે. આવો જાણીએ કયા નિયમો છે જેનુ પાલન કરવુ જોઇએ.
ઘરમાં અંધારુ ન કરો
આપણે રાતે સુતા પહેલા ઘરની તમામ લાઇટ્સ બંધ કરી દઇએ છીએ. શાસ્ત્રોમાં આમ કરવાનુ ખોટુ ગણાવાયુ છે. રાતે સુતા પહેલા ઘરમાં અંધારુ કરવાના બદલે ઘરમાં કોઇ એક લાઇટ ચાલુ રાખવી જોઇએ. એવુ માનવામાં આવે છે કે અંધારુ કરવાથી લક્ષ્મીજી તમારા ઘરમાંથી ચાલ્યા જાય છે.
રાતે પૈસા ન ગણો
રાતે સુતા પહેલા પૈસા ગણવાની ભુલ ન કરવી જોઇએ. રાતે ક્યારેય પૈસાના હિસાબ-કિતાબ ન કરવા જોઇએ. જો કંઇક અત્યંત જરૂરી વસ્તુ છે તો પહેલા માતા લક્ષ્મીનું સ્મરણ કરો. રાતે પૈસા ગણવાથી તમારા ધરમાં ધનનો ક્ષય થાય છે અને તમને સારી ઉંઘ પણ આવતી નથી.
રાતે કપડાં બદલીને સુવો
રાતે સુતા પહેલા એક વાતનુ ધ્યાન રાખો કે જે વસ્ત્રો તમે દિવસે પહેર્યા છે તે રાતે પહેરીને ન સુવો. રાતે સુતા પહેલા કપડાં બદલવા જોઇએ. રાતે નિર્વસ્ત્ર પણ ન સુવુ જોઇએ. બાળકોને પણ કપડાં વગર ન સુવડાવવા જોઇએ. શાસ્ત્રોમાં આમ કરવાનુ ખરાબ માનવામાં આવે છે.
ગંદા પગ સાથે ન સુવો
શાસ્ત્રોમાં જણાવાયુ છે કે રાતે સુતા પહેલા પગને સારી રીતે સાફ કરવા જોઇએ. રાતે સુતી વખતે પથારીમાં જતા પહેલા પગને સારી રીતે ધોઇ લેવા જોઇએ અને પગ લુછીને પછી જ પથારીમાં જવુ જોઇએ. ભીના કે ગંદા પગે પથારીમાં જશો તો આર્થિક તંગીનો સામનો કરવો પડશે.
ગેઝેટને પથારીથી દુર રાખો
રાતે સુતા પહેલા એ વાતનુ ધ્યાન રાખો કે તમારા તકિયાંની આસપાસ કોઇ પણ પ્રકારનુ ગેઝેટ ન હોય. ફોનને તો પથારીથી દુર જ રાખો. તમારી પથારીની આસપાસ કોઇ પણ ઇલેક્ટ્રીકલ વસ્તુ ન હોવી જોઇએ. તેનાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તમે હંમેશા તણાવમાં રહો છો અને તમારા ધનનો નાશ થાય છે.
રસોડુ અને વાસણ સાફ રાખો
એ વાતનુ ખાસ ધ્યાન રાખો કે રાતે સુતા પહેલા ગેસ બરાબર બંધ કરેલો હોય. રસોઇ બનાવ્યા પછી રસોડુ એઠું ન રાખો. તે ક્લીન કરીને જ સુવો. રાતે જમ્યાના વાસણોને ચોકડીમાં એંઠા ન રાખો. ગેસ કે પ્લેટફોર્મ પર રાતે વાસણો ન રાખવા જોઇએ. તેનાથી લક્ષ્મીજી નારાજ થાય છે અને ધનની પરેશાની આવે છે.
આ પણ વાંચોઃ મુંબઇ એરપોર્ટ પર ઉતર્યુ વ્હેલ જેવુ મોટુ વિમાનઃ જાણો તેમાં શું છે ખાસ