ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ભાજપની રણનીતિ અંગે શું કહ્યુ?
ગુજરાત વિધાનસભા ઈલેક્શનને લઈને ગુજરાતમાં પુર જોશમાં કામગીરીઓ ચાલી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ આ વખતે નવી રણનીતિને લઈને મેદાને છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાથે હમ દેખેંગેની ટીમે મુલાકાત કરી હતી. તેમજ આ વખતની ચૂંટણીને લઈને અનેક પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે ગુજરાત ભાજપના કાર્યક્રતાઓ વર્ષભર કામગીરી કરતા હોય છે માત્ર રાજકીય કાર્ય જ નહી પણ આ સાથે સામાજીક કામગીરી પણ કરી રહ્યા છે. તેમજ કોરોના કાળમાં પણ લોકોની વચ્ચે રહીને તેઓ સતત કામગીરી કરતા રહ્યા છે. આ અંગે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ચૂંટણી બે તબક્કામાં યોજાવવાની છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દરેક બુથમાં પ્રવાસ કરીને ઘરે ઘરે જઈને મતદાન જાગૃતિ અંગે લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે.
આ પણ વાંચો:ચૂંટણી પહેલા ભાજપનો દાવ ! રાજ શેખાવતના કેસરિયા
પ્રદીપસિંહએ આ અંગે વાત કરતા ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે ડોર ટુ ડોર પ્રચાર અંગે પણ ભાજપની રણનીતિની વાત કરી છે. તેમણે જણાવ્યું હતુ કે આ વખતે ભાજપએ પોતાના સ્ટાર પ્રચારકો મેદાને ઉતાર્યા છે. તેમજ ચૂંટણીને લઈને પીએમ મોદી, અમિત શાહ સહિત અનેક નેતાઓ આ વખતે ચૂંટણી પ્રચાર તેમજ ડોર ટુ ડોર પ્રચારમાં જોડાવવાના છે.