ચૂંટણી પહેલા ભાજપનો દાવ ! રાજ શેખાવતના કેસરિયા
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ભાજપમાં જોડાયા છે, સાથે જ પાટીદાર અનામત આંદોલન સમિતિના 1500થી વધુ કન્વીનરોએ પણ કેસરિયો ધારણ કર્યો છે. અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ અને મધ્ય ગુજરાત પાસ કન્વીનર ઉદય પટેલની આગેવાનીમાં અન્ય કન્વિનરો અને ટીમ સહીત 1500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
કેસરિયો ધારણ કરી શું કહ્યું રાજ શેખાવતે ?
ભાજપમાં જોડાયા બાદ રાજ શેખાવતે જણાવ્યું હતું કે, હું સી આર પાટીલ અને ભાજપનો આભાર માનું છું. અમે 2017થી લોકસેવા કરીએ છે. હવે સત્ત પરથી સાથે જન સેવાનું કાર્ય આગળ વધારીશું. કોઈપણ ઘટના બની ત્યારે ક્ષત્રિયને યાદ કરવામાં આવી રહ્યા છે. હવેથી દર મહિને જિલ્લાની ટીમ ભાજપમાં જોડાશે. આંદોલનકારી માટે ધરપકડ થતી હોય છે. સરકાર સામે અમારી લડત હતી. લોકસેવાની મોકો ભાજપે આપ્યો છે. અમારો નિર્ણય ક્ષત્રિય અને ગુજરાતની જનતા માટે સારો છે. લોકો વિરોધ કરે એનો વાંધો નાં હોય. અમારું કેડર અમારી સાથે છે. અમારી અપેક્ષા એક જ છે ભાજપ દેશહિતમાં કામ કરે એને ગતી મળે.
કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કેસરિયો ધારણ કર્યા બાદ જયેશ પટેલ, ઉદય પટેલ, ધર્મેશભાઈ પટેલ, યશ પટેલ,રાધે પટેલ,બ્રિજેશ પટેલ, ભાવેશ પટેલ,મિલનભાઈ કાવર,હિલ પટેલ, જીતેન્દ્ર પટેલ,ડાહ્યાભાઈ પટેલ, શૈલિન પટેલ, શૈલીન પટેલ,ક્રિષ્ણા પટેલ,મૌલિક પટેલ, મિત પટેલ અને શૈલેષ પટેલે પણ કેસરિયો ધારણ કર્યો છે. કમલમ ખાતે પ્રદીપસિંહ વાઘેલાએ તમામનું સ્વાગત કર્યુ છે.