ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પીએમ મોદી આજે ગજવશે 4 મહાસભા

વડાપ્રધાન મોદી આજે પણ ગુજરાતમાં રહેશે. આજે પાલનપુર, મોડાસા, દેહગામ અને બાવળામાં ચૂંટણી રેલી પણ યોજાશે. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી અત્યાર સુધીમાં ગુજરાતમાં વડાપ્રધાન મોદીની 16 જેટલી ચૂંટણી રેલી યોજાઈ છે અને રાજ્યમાં લગભગ 51 રેલીઓ યોજાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે 1લી અને 5મી ડીસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. તેમજ મતગણતરી 8મી ડિસેમ્બરે થશે.

4.90 કરોડ મતદારો કરશે મતદાન

2022ના ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આશરે 4.90 કરોડ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. આમાંથી 2,53,36,610 મતદારો અને 2,37,51,738 મહિલા મતદારો છે. આમાંથી પણ 27 હાજર 943 સરકારી કર્મચારીઓ, 4,04,802 દિવ્યાંગ મતાદારો મતદાન કરશે. જો વાત કરીએ ઉંમરની તો કુલ મતદારોમાં 9.8 લાખ મતદારો 80 વર્ષથી વધુ છે. આમાંથી પણ 10,460 મતદારોની ઉંમર 100 થી વધુ છે. તેમજ 1,417 થર્ડ જેન્ડર મતદારો મતદાન કરશે. પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા મતદારો 4,61,494 છે.

આ પણ વાંચો :  પશ્ચિમ બંગાળમાં વિપક્ષી નેતા નવા ગવર્નરના શપથ ગ્રહણ સમારોહ છોડી ચાલ્યા ગયા, આપ્યું આ કારણ 

મતદાન મથકો

આ ચૂંટણી માટે કુલ 51, 782 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી 17,506 શહેરોં 34,276 ગ્રામીણ વિસ્તારોમા મતદાન મથકો હશે. આ ચૂંટણીમાં લગભગ 50 ટકા મતદાન મથકોનું વેબકાસ્ટિંગ થશે. કુલ 51,782 મતદાન મથકોમાંથી 25,891 મતદાન મથકો પર ચૂંટણી પંચ વેબકાસ્ટિંગ કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પીએમ મોદી આજે ગજવશે 4 મહાસભા -humdekhengenews

બે તબક્કામાં મતદાન યોજાશે.

બે તબક્કામાં યોજાનારી આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. તેમજ 8 ડિસેમ્બરે મતગણતરી થશે. બે તબક્કામાં થનારી આ ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરો થવા જઈ રહ્યો છે.

પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણીમાં ચૂંટણી લડી રહેલા કુલ 1,621 ઉમેદવારોમાં 1,482 પુરૂષ ઉમેદવારો અને 139 મહિલા ઉમેદવારો છે. પહેલા તબક્કાની 89 બેઠકો માટે 39 રાજકીય પક્ષોના અને અપક્ષ મળીને કુલ 788 ઉમેદવારો ચૂંટણીની જંગમાં છે. જેમાં 70 મહિલાઓ અને 718 પુરૂષ ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં 339 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં પોતાનું નામ નોધાવ્યું છે.

બીજા તબક્કામાં 833 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

બીજા તબક્કાની ચૂંટણી માટે 93 બેઠકો પર 60 રાજકીય પક્ષો અને અપક્ષ મળી 833 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 285 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 29 રાજકીય પક્ષોએ બંને તબક્કામાં પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે 10 પક્ષોએ માત્ર પ્રથમ તબક્કામાં અને 31 રાજકીય પક્ષોએ માત્ર બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. આમ બંને તબક્કામાં થઈને કુલ 70 રાજકીય પક્ષો ચૂંટણી લડી રહ્યા છે.

Back to top button