- રેસ્ટોરન્ટે જુનુ બિલ શેર કરતા લોકો ચોંકી ગયા
- કુલ રકમમાં આજના સમયે ચિપ્સનુ એક પેકેટ આવે
આજકાલ મોટાભાગના લોકો રેસ્ટોરન્ટ કે કેફેમાં ખાવાનુ પસંદ કરે છે, પરંતુ આપણી સૌથી મોટી ફરિયાદ આજે ભાવની હોય છે. હોટલ, રેસ્ટોરન્ટમાં જમવાનુ બિલ ખિસ્સાને ભારે પડી જાય છે. આજે હોટલમાં જમવાની કિંમત ખુબ જ ઉંચી થઇ ચુકી છે. બજેટને અનુકુળ હોય તેવી રેસ્ટોરન્ટમાં જમવા જઇએ તો પણ બેથી ત્રણ જણનુ બિલ 1000થી 1200 તો સામાન્ય છે.
આવા સંજોગોમાં શું તમે ક્યારેય ચાર દાયકા પહેલાની કિંમત વિશે વિચાર્યુ છે? એક રેસ્ટોરન્ટે લગભગ 37 વર્ષ પહેલાનુ એટલે કે 1985ના વર્ષનુ એક બિલ શેર કર્યુ છે. આ બિલે ઇન્ટરનેટ યુઝર્સને ચોંકાવી દીધા છે.
12 ઓગસ્ટ, 2013ના રોજ શેર કરાયેલી આ પોસ્ટ હવે વાઇરલ થઇ છે. દિલ્હીના લાજપતનગરમાં આવેલી લઝીઝ રેસ્ટોરન્ટ અને હોટલે 20 ડિસેમ્બર, 1985નુ એક બિલ શેર કર્યુ છે. ગ્રાહકે બિલમાં દર્શાવ્યા મુજબ શાહી પનીર, દાલ મખની, રાયતુ અને ચપાટીનો ઓર્ડર કર્યો હતો. બિલમાં શાહી પનીરની કિંમત 8 રૂપિયા, દાલ મખનીની પાંચ રુપિયા, રાઇતાની કિંમત 5 રુપિયા હતી. ચોંકાવનારી વાત એ છે કે આ બિલની કુલ કિંમત 26 રૂપિયા હતી. તેમાં બે વ્યક્તિએ આરામથી ભોજન કર્યુ હશે. આજના સમયમાં આ રકમમાં ચિપ્સનુ એક પેકેટ જ આવી શકે.
આ પોસ્ટ શેર કર્યા બાદ તેને 1800થી વધુ લાઇક્સ અને 587 શેર મળી ચુક્યા છે. તેને જોઇને યુઝર્સ હેરાન થઇ ગયા. એક યુઝરે તો કહ્યુ, OMG ત્યારે આટલુ સસ્તુ હતુ. હા સાચી વાત છે તે સમયે પૈસાની કિંમત થોડી વધુ જ હતી. એક યુઝરે લખ્યુ છે, આહ… વો ભી ક્યા દિન થે. 1968માં હું 20 લિટર પેટ્રોલ માટે 18.60 રૂપિયા આપતો હતો.
આ પણ વાંચોઃ પત્નીની જાસૂસી માટે પતિએ રાખ્યો જાસૂસ ! એ પછી જે થયું તે જાણીને તમે રહી જશો દંગ