FIFA WC 2022: આજે જર્મની અને સ્પેન સહિત 8 ટીમોની ટક્કર
FIFA વર્લ્ડ કપમાં આજે ચાર મેચ રમાશે. જર્મની, સ્પેન, ક્રોએશિયા અને બેલ્જિયમ જેવી મોટી ટીમો જીતના જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન બનેલી જર્મનીની ટીમ જાપાન સાથે ટકરાશે. 2010 વર્લ્ડ કપ વિજેતા સ્પેનની ટીમ કોસ્ટારિકા સામે ટકરાશે. ગત વખતની ઉપવિજેતા ક્રોએશિયાનો મુકાબલો મોરોક્કો સામે થશે અને કેનેડાનો સામનો બેલ્જિયમ સાથે હશે.
World Cup Group F fixtures and match schedule
Date | Match | Time (ET) | Stadium |
Wed, Nov. 23 | Morocco vs. Croatia | 5 a.m. | Al Bayt |
Wed, Nov. 23 | Belgium vs. Canada | 2 p.m. | Ahmad Bin Ali |
Sun, Nov. 27 | Belgium vs. Morocco | 8 a.m. | Al Thumama |
Sun, Nov. 27 | Croatia vs. Canada | 11 a.m. | Khalifa Int’l |
Thurs, Dec. 1 | Croatia vs. Belgium | 10 a.m. | Ahmad Bin Ali |
Thurs, Dec. 1 | Canada vs. Morocco | 10 a.m. | Al Thumama |
1. મોરોક્કો V/S ક્રોએશિયા: આજે પ્રથમ મેચ મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે થશે. આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. આ મેચ ‘અલ બેત’ સ્ટેડિયમમાં રમાશે. ફિફા રેન્કિંગમાં ક્રોએશિયા 12મા ક્રમે અને મોરોક્કો 22મા ક્રમે છે. બંને ટીમો ગ્રુપ-Fનો ભાગ છે.
2. જર્મની V/S જાપાન: આ મેચ સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે. જર્મનીની ટીમ હાલમાં FIFA રેન્કિંગમાં 11મા ક્રમે છે. જાપાનની ફિફા રેન્કિંગ 24 છે. બંને ટીમો ગ્રુપ-Eમાં સામેલ છે.
3. સ્પેન V/S કોસ્ટારિકા: સ્પેન અને કોસ્ટારિકાની ટીમ પણ ગ્રુપ-ઇમાં હાજર છે. અલ થુમાના સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે મુકાબલો થશે. આ મેચ રાત્રે 9.30 કલાકે રમાશે. FIFA રેન્કિંગમાં સ્પેન 7મા સ્થાને છે. અને કોસ્ટા રિકાની ટીમનું ફિફા રેન્કિંગ 31 છે.
4. બેલ્જિયમ V/S કેનેડા: વર્લ્ડ નંબર-2 બેલ્જિયમ પણ આજથી પોતાનું અભિયાન શરૂ કરશે. તેની સામે 41મી FIFA રેન્કિંગ ટીમ કેનેડા હશે. બંને ટીમો અહેમદ બિન અલી સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ બપોરે 12.30 કલાકે શરૂ થશે. આ બંને ટીમો ગ્રુપ-Eનો ભાગ છે.