પાટીલ ભાઉએ ભાજપના બાગી નેતાઓને ઘરભેગા કર્યા, જુઓ સમગ્ર લીસ્ટ
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમાં ભાજપમાંથી બગાવત કરી અપક્ષ ઉમેદવારી કરનારાઓ પર સી.આર.પાટીલે એક્શન લીધી છે. તેમાં ભાજપે બીજા તબક્કાની ચૂંટણીમાં 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. પક્ષના મેન્ડેટ વિરૂદ્ધ જનાર પાદરાના દિનુ પટેલ, વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ, સાવલીમાં કુલદીપસિંહ રાઉલ સસ્પેન્ડ, પંચમહાલ જિલ્લામાં ખતુભાઈ પગી સહિત 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણી પહેલા PM મોદીની હત્યાની સોપારી અપાઇ
વડોદરા જિલ્લાના 3 નેતાઓ સસ્પેન્ડ
ગુજરાત ચૂંટણીને લઇને ભાજપના અનેક નારાજ નેતાઓએ અપક્ષમાંથી ઉમેદવારી કરી હતી. આ તમામ નેતાઓ સામે ભાજપ મોવડી મંડળ આકરા પાણીએ થયું છે અને ભાજપે બીજા તબક્કાની ચૂંટણીમાં 12 નેતાઓને સસ્પેન્ડ કરી દિધા છે. પક્ષના મેન્ડેટ વિરૂદ્ધમાં અપક્ષ ઉમેદવારી કરતા નેતાઓ સસ્પેન્ડ થયા છે. જેમાં વડોદરા જિલ્લાના 3 નેતાઓમાં પાદરાના દિનુ પટેલ, વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ, સાવલીમાં કુલદીપસિંહ રાઉલ તથા પંચમહાલ જિલ્લામાં ખતુભાઈ પગી અને મહિસાગરમાં એસ.એમ ખાંટ અને ઉદય શાહને ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જાહેર સભામાં ખુરશીઓ ભરવા ભાજપે આ લોકોને આપી મોટી જવાબદારી
ભાજપ સામે બગાવત કરનારા સાત અપક્ષ ઉમેદવારને સસ્પેન્ડ કર્યા
આ પહેલા 7 નેતાઓને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપ સામે બગાવત કરનારા સાત અપક્ષ ઉમેદવારને સસ્પેન્ડ કર્યા હતા. જેમાં નાંદોદથી અપક્ષ ઉમેદવાદ હર્ષદ વસાવાના સસ્પેન્ડ કરાયા હતા. તો કેશોદથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અરવિંદ લાડાણી, ધ્રાંગધ્રાથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર છત્રસિંહ ગુંજારિયા, પારડીથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કેતન પટેલ, વેરાવળથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉદય શાહ અને રાજકોટ ગ્રામ્યથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભરત ચાવડા અને મહુવાથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કરણ બરૈયાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સસ્પેન્ડ કર્યા હતા.