FIFA WCમાં સર્જાયો સૌથી મોટો અપસેટ : સતત 36 મેચો જીતનાર ‘આર્જેન્ટીના’ની ‘સાઉદી અરેબિયા’ સામે હાર
ફૂટબોલ વર્લ્ડ કપ 2022ના ત્રીજા દિવસે જ મેચમાં મોટો અપસેટ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટની પાંચમી મેચ ગ્રુપ C ની આર્જેન્ટીના અને સાઉદી અરેબિયા વચ્ચે રમાઈ હતી. આ મેચની 10મી મિનિટે આર્જેન્ટીનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ પહેલો ગોલ કરીને આર્જેન્ટીનાને 1-0ની લીડ અપાવી હતી. મેસ્સીની ટીમ શરૂઆતથી જ વર્ચસ્વ ધરાવતી દેખાતી હતી. પરંતુ બીજા હાફમાં સાઉદી અરેબિયા જે રીતે કમબેક કર્યું તે શાનદાર હતું. સાલેહ અલશેહરી અને સાલેમ અલ્દવસારીના ગોલને કારણે સાઉદીએ 2-1થી મેચ જીતી લીધી હતી અને આર્જેન્ટિના સતત 36 અજેય જીતનાં રથને રોક્યો છે.
આ પણ વાંચો : FIFA વર્લ્ડ કપ 2022: ફોટો બ્લોગરથી લઈને મોડલ સુધી આ ખેલાડીઓની પાર્ટનર સામે હિરોઈનો પણ પડે છે ફિક્કી
Saudi Arabia beat Argentina. @adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) November 22, 2022
સાઉદી અરેબિયાનું અદ્દભુત કમબેક
હાફ ટાઈમ સુધી આર્જેન્ટિનાનો સ્કોર 1-0 હતો, પરંતુ બીજા હાફમાં સાઉદી અરેબિયાનાં કમબેકથી આર્જેન્ટિનાની ટીમ લાચાર દેખાઈ. સાલેહ અને સાલેમ ઉપરાંત સાઉદી અરેબિયાની જીતના હીરો તેમનો ગોલકીપર અલ ઓવૈસ પણ હતો. આ સિઝનના ત્રીજા દિવસે આર્જેન્ટિનાની હારને મોટા અપસેટ તરીકે જોવામાં આવી રહી છે.
આર્જેન્ટીનાનો વિજય રથ થંભી ગયો
આર્જેન્ટિનાની આ હારથી તેની સતત 36 આંતરરાષ્ટ્રીય જીતનો ક્રમ પણ તૂટી ગયો છે. તે જર્મનીના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરવાથી બે જીત દૂર હતી. પરંતુ ફિફા વર્લ્ડ કપ 2022ની પહેલી જ મેચમાં હાર બાદ માત્ર આર્જેન્ટિનાની ટીમ જ નહીં પરંતુ તેના કરોડો ચાહકો પણ દુખી થઈ ગયા છે. આવી સ્થિતિમાં મેક્સિકો સામેની આર્જેન્ટિનાની આગામી મેચ મહત્વપૂર્ણ બની ગઈ છે. આ મેચમાં સાઉદી અરેબિયાએ શાનદાર ડિફેન્સ બતાવ્યું અને આર્જેન્ટિનાના 70 ટકા મેચ પર કબજો હોવા છતાં મેચ જીતી લીધી. આર્જેન્ટિનાના સ્ટ્રાઈકર્સે 6 ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ માત્ર એક જ સફળ રહ્યો હતો. આ સાથે જ સાઉદીના બંને શોટ સીધા ગોલમાં કર્યા હતા.
શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ ?
પોઈન્ટ ટેબલની વાત કરીએ તો અહીં 1 ગોલના માર્જીનથી હાર્યા બાદ આર્જેન્ટિનાની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમની આગામી મેચ હવે મેક્સિકો સામે છે જે રાઉન્ડ ઓફ 16માં જવા માટે કરો યા મરોની લડાઈ બની ગઈ છે. જો ટીમ અહીંથી ગ્રુપ સ્ટેજમાં વધુ એક મેચ હારી જશે તો તે અહીંથી બહાર થઈ જશે.
તમને જણાવી દઈએ કે આ વખતે કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે, જેને 8 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી માત્ર ટોપ 2 ટીમો જ રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં, એક હાર બીજી ટીમની ચિંતા વધારી શકે છે કારણ કે આ ફોર્મેટ ખૂબ જ રસપ્રદ છે.