ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

મારા ખરાબ દિવસોમાં હું ડીસા છ દિવસ રોકાયો હતો : અમિત શાહ

પાલનપુર : ડીસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી ના પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના ખરાબ સમયમાં છ દિવસ ડીસામાં પસાર કર્યા હોવાનું જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાની શકલ બદલી નાખી જિલ્લાને પછાતપણાનું કલંક મિટાવી રાજ્યમા સૌથી વધુ વિકાસ વંતો જિલ્લો બનાવી દીધો હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત સાહે ડીસાના હવાઈ પિલ્લર મેદાન ખાતે આજે જાહેર સભાને સંબોધી હતી.

અમિત શાહ -humdekhengenews

અમિત શાહે જણાવ્યું હતું કે, 2004માં સમગ્ર રાજ્યમાં વીજળી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું.બનાસકાંઠા જિલ્લામાં તેમણે સુજલામ સુફલામ યોજના આપી તે જિલ્લાની સૌથી મોટી દેન છે અને તેના થકી જિલ્લાની કાયા પલટ થઈ છે આજે ડીસા બટાકામાં સમગ્ર દેશમાં નંબર વન પહોંચ્યું છે. હવે અટલ ભુજલ યોજના આવે એટલે બનાસકાંઠાની રહી સહી પાણીની સમસ્યા પણ હલ થઈ જશે. તેમણે દેશની સુરક્ષા બાબતે જણાવ્યું કે,અગાઉ બનાસકાંઠાની સરહદોથી સ્મગલરોની અવરજવરથી ધમધમતી હતી જેને ભારતીય જનતા પાર્ટીએ સુરક્ષિત કરી છે અને કોંગ્રેસના રાજમાં થતા રમખાણો છેલ્લા 23 વર્ષથી જોવા મળતા નથી.

અમિત શાહ -humdekhengenews

તેમણે રાહુલ ગાંધી અને કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તેઓ સર્જીકલ સ્ટ્રાઈકની સાબિતી માંગતા હતા.જ્યારે સોનિયા અને મનમોહનની સરકારમાં પાકિસ્તાનથી આલિયા માલીયા જમાલિયાઓ ગમે ત્યારે ઘુસી જતા હતા પરંતુ નરેન્દ્ર ભાઈ મોદીના આવવાથી આવી દેશ વિરોધી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે અને દેશ સુરક્ષિત હાથોમાં છે. અમિત શાહે પોતાના ભૂતકાળના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે 85 થી 90 ની સાલમાં ડીસામાં ખૂબ આંટા ફેરા મે માર્યા છે.

જ્યારે મારા ખરાબ દિવસોમાં મગનલાલ માળીના ખેતરમાં છ દિવસ હું રોકાયો હતો તેમ જણાવી તેમને ડીસાના અગ્રણી મગનલાલ માળીને પણ યાદ કર્યા હતા. જ્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ને પણ યાદ કરી તેમને જણાવ્યું હતું કે, તમે ડીસામાં પ્રવીણ માળીને જીતાડો તો ડીસામાં પ્રવીણ માળી અને શશીકાંત એમ બબ્બે એમએલએ મળ્યા એમ તમારે સમજવાનું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહ -humdekhengenews

ડીસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી ના પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના ખરાબ સમયમાં છ દિવસ ડીસામાં પસાર કર્યા હોવાનું જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાની શકલ બદલી નાખી જિલ્લાને પછાતપણાનું કલંક મિટાવી રાજ્યમા સૌથી વધુ વિકાસ વંતો જિલ્લો બનાવી દીધો હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત સાહે ડીસાના હવાઈ પિલ્લર મેદાન ખાતે આજે જાહેર સભાને સંબોધી હતી.

અમિત શાહ -humdekhengenews

અમિત શાહે જણાવ્યું હતું કે, 2004માં સમગ્ર રાજ્યમાં વીજળી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું.બનાસકાંઠા જિલ્લામાં તેમણે સુજલામ સુફલામ યોજના આપી તે જિલ્લાની સૌથી મોટી દેન છે અને તેના થકી જિલ્લાની કાયા પલટ થઈ છે આજે ડીસા બટાકામાં સમગ્ર દેશમાં નંબર વન પહોંચ્યું છે. હવે અટલ ભુજલ યોજના આવે એટલે બનાસકાંઠાની રહી સહી પાણીની સમસ્યા પણ હલ થઈ જશે. તેમણે દેશની સુરક્ષા બાબતે જણાવ્યું કે,અગાઉ બનાસકાંઠાની સરહદોથી સ્મગલરોની અવરજવરથી ધમધમતી હતી જેને ભારતીય જનતા પાર્ટીએ સુરક્ષિત કરી છે અને કોંગ્રેસના રાજમાં થતા રમખાણો છેલ્લા 23 વર્ષથી જોવા મળતા નથી.

અમિત શાહ -humdekhengenews

તેમણે રાહુલ ગાંધી અને કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તેઓ સર્જીકલ સ્ટ્રાઈકની સાબિતી માંગતા હતા.જ્યારે સોનિયા અને મનમોહનની સરકારમાં પાકિસ્તાનથી આલિયા માલીયા જમાલિયાઓ ગમે ત્યારે ઘુસી જતા હતા પરંતુ નરેન્દ્ર ભાઈ મોદીના આવવાથી આવી દેશ વિરોધી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે અને દેશ સુરક્ષિત હાથોમાં છે. અમિત શાહે પોતાના ભૂતકાળના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે 85 થી 90 ની સાલમાં ડીસામાં ખૂબ આંટા ફેરા મે માર્યા છે.

જ્યારે મારા ખરાબ દિવસોમાં મગનલાલ માળીના ખેતરમાં છ દિવસ હું રોકાયો હતો તેમ જણાવી તેમને ડીસાના અગ્રણી મગનલાલ માળીને પણ યાદ કર્યા હતા. જ્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ને પણ યાદ કરી તેમને જણાવ્યું હતું કે, તમે ડીસામાં પ્રવીણ માળીને જીતાડો તો ડીસામાં પ્રવીણ માળી અને શશીકાંત એમ બબ્બે એમએલએ મળ્યા એમ તમારે સમજવાનું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહ -humdekhengenews

આ પણ વાંચો : ભાજપના હાર્દિક પટેલે ગુજરાતના પાટીદારો વિશે કહી આ ખાસ વાત, પરિણામોના પત્તા ખુલી ગયા

Back to top button