ટ્રેન્ડિંગમનોરંજન

‘મન્નત’માં હીરાથી જડેલી નેમપ્લેટને લઈને ગૌરી ખાને આપ્યું નિવેદન : ચાહકોએ કસ્યો તંજ

શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ની બહાર લાગેલી નેમ પ્લેટ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. બોલિવૂડના કિંગ ખાન કહેવાતા શાહરુખ ખાનના ઘરની બહાર પહોંચેલા ઘણા ચાહકોએ આ નેમ પ્લેટ સાથેની તેમની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. કહેવામાં આવી રહ્યું હતું કે તેમાં હીરા જડેલા છે. પરંતુ હવે ગૌરી ખાને આ વાતને લઈને તેનું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો : અજય દેવગનનો હટકે અંદાજ ! માથા પર ભસ્મ….હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા…

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ પોતાનામાં જ મુંબઈનું એક સીમાચિહ્ન છે. બહારગામથી મુંબઈ ફરવા આવતા ઘણા લોકો શાહરૂખનો બંગલો જોવા જાય છે અને બહારથી  તસવીરો ક્લિક કરાવે છે. આ વર્ષે મે મહિનામાં, સોશિયલ મીડિયા પર શાહરૂખના ઘરની બહાર ફોટા ક્લિક કરનારા ઘણા ચાહકોએ જોયું હતું કે મન્નતની નેમ પ્લેટ ગાયબ હતી. નેમ પ્લેટ રિપેરિંગ માટે મોકલવામાં આવી હોવાનું રિપોર્ટ્સમાં બહાર આવ્યું હતુ. હાલમાં જ ચાહકોએ મન્નતની બહારની નવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને આ તસવીરોમાં નેમ પ્લેટ પાછી આવી છે. પરંતુ આ વખતે લોકોની નજરમાં એક નવી વાત આવી હતી.

‘મન્નત’ની નેમ પ્લેટમાં જડેલા હીરા

શાહરૂખના ઘરે એક નવી નેમ પ્લેટ દેખાવા લાગી છે અને તે પહેલા કરતા અલગ છે. મન્નતની આ નવી નેમ પ્લેટમાં શાનદાર ચમક છે અને તે નવી પણ લાગે છે. આવી સ્થિતિમાં, શબ્દ પણ ખૂબ જ ઝડપથી હવામાં ઉડવા લાગ્યો કે મન્નતની નેમ પ્લેટમાં હીરા જડેલા છે. શાહરૂખના ચાહકો માટે, આ નવી માહિતી તેમના હીરોની વૈભવી જીવનશૈલીને ચમકાવવાની બીજી તક બની ગઈ છે. પરંતુ હવે આ નેમ પ્લેટનું નવું સત્ય સામે આવ્યું છે, જે શાહરૂખની પત્ની ગૌરી ખાને પોતે શેર કર્યું છે.

ગૌરી ખાને શેર કરી પોસ્ટ 

શાહરૂખની પત્ની ગૌરી ખાને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. ફોટોના કેપ્શનમાં ગૌરીએ લખ્યું, ‘તમારા ઘરનો મુખ્ય દરવાજો તમારા પરિવાર અને મિત્રોનો પ્રવેશ સ્થળ છે. એટલા માટે નેમ પ્લેટ સકારાત્મક ઉર્જા આપે આકર્ષે એવી હોવી જોઈએ અમે કાચના સ્ફટિકો (નેમ પ્લેટ માટે) સાથેની પારદર્શક સામગ્રી પસંદ કરી છે, જે હકારાત્મક અને શાંત વાતાવરણ આપે છે. #GauriKhanDesigns. ગૌરી પોતે એક જાણીતી ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને તેની પોસ્ટમાં વપરાયેલ હેશટેગ સૂચવે છે કે તેણે નેમપ્લેટ પોતે જ ડિઝાઇન કરી છે.

ગૌરી માત્ર એક ડિઝાઈનર નથી પરંતુ તે શાહરુખના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનું કામ પણ સંભાળે છે. આ કંપની આવતા વર્ષે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ પ્રોડ્યુસ કરી રહી છે. પરંતુ આ પહેલા શાહરૂખ 5 વર્ષ પછી ‘પઠાણ’થી મોટા પડદે પરત ફરી રહ્યો છે.

Mannat - Hum Dekhenge News
Guari Khan Post

ચાહકોએ કરી રમૂજી કોમેન્ટ 

ગૌરી ખાનને મન્નતની બહાર પોઝ આપતી જોઈને સોશિયલ મીડિયાના લોકો પણ કોમેન્ટ કરવામાં કરવા લાગ્યા હતા. એક યુઝરે ગૌરીને ‘મન્નતની રાણી’ કહ્યા, જ્યારે બીજાએ હસતા ઇમોજી સાથે કહ્યું, ‘મૅમ તમે પણ શાહરૂખના ઘરની બહાર ફોટો પાડ્યો. એક યુઝરે લખ્યું, ‘આ વાસ્તવિક હીરા નથી તેની પુષ્ટિ કરવા બદલ આભાર.’

Back to top button