ગુજરાત ચૂંટણીઃ ખંભાતમાં શાહનો હુંકાર, કૉંગ્રેસ પર પ્રહાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચંડ પ્રચાર કરી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. આજે ખંભાતમાં ચૂંટણી સભાને સંબોધતા અમિત શાહે કૉંગ્રેસને આડેહાથ લીધી હતી.
LIVE: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીની ખંભાત વિધાનસભા ખાતે ભવ્ય જનસભા #તમારો_વોટ_એજ_ભાજપનો_વટ https://t.co/E24VTEwyQt
— BJP Gujarat (@BJP4Gujarat) November 22, 2022
ખંભાતમાં અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું, ‘કોંગ્રેસે પોતાના શાસનમાં ગરીબોને લૂંટ્યા જ છે. કોંગ્રેસ હંમેશા વોટ બેંક માટે કામ કરે છે. રામ મંદિર પણ વોટ બેંક માટે જ ન બનાવ્યું.’
ભાજપ પર ખંભાતનું મોટુ ઋણ- અમિત શાહ
અમિત શાહે જનસભાને સંબોધતા કહ્યું કે, ભાજપ પર ખંભાતનું મોટુ ઋણ છે. કોંગ્રેસવાળા નવા કપડા પહેરીને આવી ગયા છે. કોંગ્રેસને વોટ આપશો તો ફરી રમખાણો થશે. અમે કોઈ વોટબેંકથી નથી ડરતા. કોંગ્રેસે વોટબેંક માટે જ રામ મંદિર બનાવ્યું ન હતુ. કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેવાનો અધિકારી નથી, કોંગ્રેસે માત્ર વોટબેન્કની ચિંતા કરી. કોંગ્રેસે હંમેશા સરદાર સાહેબનું અપમાન કર્યુ છે. કોંગ્રેસવાળા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા નથી જતા.
આણંદ જિલ્લાની ખંભાત વિધાનસભા ખાતે આયોજિત જનસભાથી લાઈવ. #તમારો_વોટ_એજ_ભાજપનો_વટ
https://t.co/DCvvdmLjT7— Amit Shah (@AmitShah) November 22, 2022
કોંગ્રસ પર પ્રહાર કરવામાં અમિત શાહે કોઈ કસર બાકી ન રાખી. અમિત શાહે કહ્યું કે- કોંગ્રેસ સત્તામાં નથી તો પછી તે લોકો કયા કામ કર્યા એ સમજાતું નથી. આજકાલ કોંગ્રેસ સરદાર સાહેબનું નામ લે છે પરંતુ નરેન્દ્રભાઈએ સરદાર સાહેબને સન્માન અપાવ્યુ. આ સાથે શાહે જણાવ્યુ કે, ‘કોંગ્રેસે 370ની કલમ ન હટાવી કેમ કે, એમની વોટબેંક તૂટી જાય.
ભાજપે અર્થતંત્રને મજબૂત બનાવ્યું- અમિત શાહ
અમિત શાહે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર પણ નિશાન સાધ્યું. શાહે કહ્યું કે- દુનિયાભરના અર્થતંત્રમાં ભારતનું મજબૂત થયું છે. મનમોહન સિંહે 11માં નંબરે અર્થતંત્રને રાખ્યું હતુ. ભાજપે અર્થતંત્રને મજબૂત બનાવ્યું. નરેન્દ્રભાઈ અર્થતંત્રને પાંચમાં નંબર સુધી લાવ્યા. આ સાથે ટ્રિપલ તલાક અંગે જણાવ્યુ કે, ત્રિપલ તલાક હટાવાતા કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે.