સોના ચાંદીની રાખડી,જ્વેલરી તો ઠીક હવે સુરતમાં બન્યું ગોલ્ડમાં સંસદ ભવન
ગુજરાતનું સુરત શહેર હીરા અને ઝવેરાતના વ્યવસાય સાથે જોડાયેલું છે. ત્યારે અહીંના બિઝનેસમેનને કઈક નવુ કરવાનો વિચાર આવ્યો અને તેમણે સુરતના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગપતિઓ સોના-ચાંદી, હીરા, મોતી અને અન્ય ધાતુઓથી નવી સંસદ ભવન તૈયાર કરી રહ્યા છે. જે સંસદ ભવનનુ મોડલ 15 કિલોના વજનમાં બનાવામાં આવી રહ્યુ છે.
સુરતમાં સોના- ચાંદીથી બનશે સંસદ ભવનનું મોડલ
સુરતના જ્વેલર્સે દિલ્હીમાં બની રહેલા નવા સંસદભવનના સ્વરૂપમાં ઘરેણાં બનાવવામાં વપરાતી ધાતુથી વિશ્વની સૌથી મોટી લોકશાહીનું મોડેલ બનાવવાનું નક્કી કર્યું છે. ત્યારે આ સુરતના જ્વેલર્સે તેને ટેમ્પલ ઓફ ડેમોક્રેસી નામ આપ્યું છે. આપ્યા છે. લોકશાહીના એ જ મંદિરના લઘુચિત્રનું આજે સુરતમાં મંચ પરથી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્વેલરી વેપારીઓના મતે જ્યારે લોકશાહીનું મંદિર બનશે ત્યારે જ તેની સાચી કિંમત નક્કી થશે. સુરતના અલગ-અલગ 50 વેપારીઓની મદદથી આ કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સુરત : પાંચ લાખ વાલીઓ મતદાન માટે સંકલ્પ બદ્ધ થયા…
300 કલાકમાં તૈયાર થશે મોડલ
લોકશાહીના મંદિર હેઠળ બનેલી નવી સંસદની થીમ પર લઘુચિત્ર મોડલ બનાવવાનું નક્કી કર્યુ છે. ત્યારે આ સંસદ સોનું, ચાંદી, પ્રિસિઝન સ્ટોન, હીરા, લેબ્રોન ડાયમંડનો ઉપયોદ કરીને મોડલ બનાવવામાં આવ્યુ છે તેમજ આ મોડલ બનાવવામાં ત્રણ ડિઝાઇનરોએ તેને 300 કલાકનો સમય આપ્યો છે.