કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આઈડિયાઝ ફોર ઈન્ડિયા સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેમને શુક્રવારે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પહેલાં જેવું ભારત બનાવવા માગે છે, અને તેના માટે લડાઈ લડી રહી છે. જ્યારે કે ભાજપ અમારા અવાજને દબાવવાનો પ્રયાસ કરે છે. રાહુલે ચીનને લઈને પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.
રાહુલે કહ્યું કે તેમની પાર્ટી ભારતને ફરી મેળવવા માટે લડી રહી છે. તેમને કહ્યું કે ભાજપના લોકો અવાજ દબાવે છે, જ્યારે અમે લોકોનો અવાજ સાંભળવા માટેનું કામ કરીએ છીએ. કોંગ્રેસના નેતાએ કહ્યું કે ભારત તે સંસ્થાનો પર હુમલાઓ થતાં જુવે છે જેને દેશના નિર્માણમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. આ સંસ્થાઓ ઉપર હવે ડીપ સ્ટેટનો કબજો છે. તેમની સાથે આઈડિયાઝ ફોર સંમેલનમાં ભાગ લેવા સીતારામ યેચુરી, સલમાન ખુર્શીદ, તેજસ્વી યાદવ, મહુઆ મોઈત્રા અને મનોજ ઝા સહિત વિપક્ષના નેતા પહોંચ્યા છે.
રાહુલે સ્વીકાર્યુ- કોંગ્રેસમાં અંદરોદરના ડખ્ખાં
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ ભારતને ફરીથી હાંસલ કરવા માટે લડે છે. આ હવે એક વૈચારિક લડાઈ છે, એક રાષ્ટ્રીય વૈચારિક લડાઈ છે. તેમને કહ્યું કે ભાજપ અને સંઘ તો ભારતને એક ભૂગોળની જેમ જુવે છે, પરંતુ કોંગ્રેસ માટે ભારત લોકોથી બને છે. જો કે તેમને એ વાતનો સ્વીકાર કર્યો કે કોંગ્રેસમાં અંદરોદરના ઝઘડા, બળવાની નીતિ, પક્ષપલટો અને ચૂંટણીમાં સતત હારનો સામનો કરી રહ્યાં છીએ.
ભાજપ ધ્રુવીકરણને કારણે સત્તામાં
રાહુલે કહ્યું કે ભાજપની સરકારમાં રોજગારી ઘટી છે. તેમ છતાં ધ્રુવીકરણને કારણે સત્તા પર યથાવત છે. ભારતમાં આજે સારી સ્થિતિ નથી. ભાજપે ચારે બાજુ કેરોસિનનો છંટકાવ કર્યો છે. તેમને કહ્યું કે અમે કહી રહ્યાં છીએ કે- અમારી પાસે એક એવું ભારત છે જ્યાં અલગ અલગ વિચાર રાખવામાં આવી શકે છે અને આપણે વાતચીત કરી શકીએ છીએ.
ભાજપ લોકનો અવાજ દબાવે છે
રાહુલને જ્યારે લોકતંત્ર અંગે સવાલ પૂછવામાં આવ્યા તો તેમને કહ્યું કે હવે દરેક સંસ્થા પર સરકારનો કબજો છે. દરેક સંસ્થા પર હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. રાહુલે કહ્યું કે લોકો કહે છે કે અમારી પાસે ભાજપ જેવા કેડેટ છે. અમે કહીએ છીએ કે જો અમારી પાસે ભાજપ જેવા કેડેટ છે તો અમે ભાજપ હશું. જ્યારે ભાજપ તો અવાજ દબાવ છે. અમે દરેક લોકોનો અવાજ સાંભળીએ છીએ. અમે લોકોને સાંભળવા માટે છીએ.
ભારતમાં ધ્રુવીકરણ જોવા મળે છે
ભારતમાં માનવાધિકારોના ઉલ્લંઘનની ઘટનાઓને અમેરિકા દ્વારા ઉઠાવવામાં આવ્યા અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું- અમારે તે વાત જણાવવાની જરૂર નથી કે ભારતમાં ધ્રુવીકરણ છે. અમે પોલરાઈઝેશનથી લડી રહ્યાં છીએ. કોંગ્રેસ જ નહીં પરંતુ તમામ વિપક્ષ આ જ લડાઈ લડે છે.