‘કાર્પેટ બોમ્બિંગ’ એટલે શું ? કેમ ચૂંટણીમાં આ શબ્દનો થઈ રહ્યો છે ઉપયોગ ?
હાલમાં વિધાનસભા ચૂંટણીનો પ્રયાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે દરરોજ તમામ પાર્ટીના મોટા નેતાઓ ચૂંટણીની કમાન સંભાળીને આગળ વધી રહ્યા છે. આ વચ્ચે નવો એક શબ્દ બજારમાં આવ્યો છે અને તે છે કાર્પેટ બોમ્બિંગ (carpet-bombing). અગાઉની ચૂંટણીમાં ક્યારેય આ શબ્દ સાંભળવામાં આવ્યો નથી. ત્યારે સમજીએ કાર્પેટ બોમ્બિંગ (carpet-bombing) શબ્દ શું છે ?
યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતો શબ્દ
મોટેભાગે યુદ્ધ માટે ઉપયોગમાં લેવામાં આવતો શબ્દ છે કાર્પેટ બોમ્બિંગ (carpet-bombing). જેનો અર્થ થાય છે કે, એક વિસ્તારમાં એક સાથે મોટી સંખ્યામાં બોમ્બ ફેંકવા જેનાથી સંપૂર્ણ વિસ્તાર પર જીત મેળવી શકાય. જેનો ગુજરાતી ભાષામાં અર્થ કરવામાં આવે તો તેને ધમરોળી નાખવું જેવો કરી શકાય.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું અંતિમ ચિત્ર આવ્યું સામે, કુલ 1621 મુરતિયા મેદાનમાં
હાલની ચૂંટણીના પ્રચારના સંદર્ભમાં સમજવાની કોશિશ કરીએ તો ભાજપ દ્વારા 182 વિધાનસભા સીટ પર જીત મેળવવા માટે તમામ બેઠકો પર મતદારોના દિલોદિમાગ સુધી પોતાની વાત પહોંચાડવા માંગે છે. તેના માટે કાર્પેટ બોમ્બિંગ (carpet-bombing) કરી રહ્યું છે. જેમાં તમામ બેઠક પર એક સાથે તમામ મોટા નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેનાથી મતદારોને દરેક જગ્યા પર એક સરખો પ્રચાર જોવા મળે છે.
આ ચૂંટણીમાં પહેલી જ વખત કાર્પેટ બોમ્બિંગ (carpet-bombing) શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે. જેનાથી ઘણાં લોકોના મનમાં આ સવાલ ઉઠ્યો છે. આજે ભાજપ કાર્પેટ બોમ્બિગ પ્રચારમાં બીજા તબક્કા માટે93 બેઠકો માટે 27 દિગ્ગજો નેતાઓ 75 સ્થળે સભા સંબોધશે. એક દિવસમાં 93 બેઠકો માટે કાર્પેટ બોમ્બિંગ પ્રચાર જોવા મળશે. જેમાં અમિત શાહ, જેપી નડ્ડાથી લઈ દેવેન્દ્ર ફડણવીસ, CM ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા પણ પ્રચાર કરશે. આ ઉપરાંત આગામી દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 23 અને 24 નવેમ્બરના ગુજરાત પ્રવાસ પર છે. જેમાં તેઓ ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસનો ખેલ કોણ બગાડી શકે છે, શું આ ગણિતને યોગ્ય કરવામાં રાહુલને સફળતા મળશે?