ચૂંટણી 2022ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદની 21 બેઠકો પર 249 ઉમેદવાર મેદાનમાં સૌથી વધુ બાપુનગરમાં જાણો સંપૂર્ણ યાદી

વિધાનસભા ચૂંટણી માટે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે હવે ફાઈનલ ચિત્ર સામે આવી રહ્યું છે. જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિતની જિલ્લાની 21 બેઠકો માટે કુલ 249 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. સૌથી વધુ 29 ઉમેદવાર બાપુનગરની બેઠકોમાં છે. જ્યારે સૌથી ઓછા પાંચ જ ઉમેદવાર નારણપુરાની બેઠકમાં છે. 21 બેઠકો માટે કુલ 415 ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા અને જેમાંથી 84 ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 82 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રના મતદાતાઓને આકર્ષવા તમામ પક્ષ સક્રિય, PM મોદી સુરેન્દ્રનગર, રાહુલ રાજકોટમાં તો અરવિંદ અમરેલીમાં સભા સંબોધશે

અમદાવાદ શહેરની 16 અને ગ્રામ્યની 5 સહિત કુલ 21 બેઠકો માટે કુલ 549 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.જેમાં એક ઉમેદવારે એકથી વધુ ઉમેદવારે ફોર્મ ભર્યા હતા અને એક જ પાર્ટીમાંથી એક જ બેઠકમાં બેથીત્રણ ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. ડમી ફોર્મ બાદ કરતા કુલ 415 ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા.જેમાંથી 84 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા બાદ 331 માન્ય ઉમેદવારો હતા. જેમાંથી સોમવારે 61 ઉમેદવાર સહિત 82 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાતા હવે ચૂંટણી લડનારા કુલ 249 ઉમેદવારો છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જે બેઠકમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે ઘાટલોડીયા બેઠકમાં કોંગ્રેસ અને આપ ઉમેદવાર સહિત તેઓની સામે આઠ ઉમેદવાર મેદાને છે.

આ પણ વાંચો : ગુજરાતનું હૃદય અમદાવાદ શહેરના વિધાનસભા ચૂંટણીના લેખાજોખા – પાર્ટ 2

કઈ બેઠકમાં કેટલા ઉમેદવાર છે તેની યાદી

બેઠક ઉમેદવાર
ઘાટલોડિયા 09
વેજલપુર 15
વટવા 14
એલિસબ્રિજ 09
નારણપુરા 05
નિકોલ 12
નરોડા 17
ઠક્કરબાપાનગર 09
બાપુનગર 29
અમરાઈવાડી 17
દરિયાપુર 07
જમાલપુર-ખાડીયા 08
મણિનગર 09
દાણીલીમડા 12
સાબરમતી 09
અસારવા 07
દસ્ક્રોઈ 06
ધોળકા 15
ધંધુકા 11
વિરમગામ 14
સાણંદ 15
કુલ 249

સૌથી વધુ 55 ફોર્મ બાપુનગર બેઠકમાં ભરાયા હતા. જેમાંથી માન્ય ઉમેદવાર 35 હતા અને 6 ફોર્મ ખેંચાતા ચૂંટણી લડનારા ઉમેદવારો 29 છે. જે તમામ બેઠકોમાં સૌથી વધુ છે. જ્યારે નારણપુરા બેઠકમાં ડમી ફોર્મ સાથે 15 ફોર્મ ભરાયા હતા અને ઉમેદવાર સાત હતા.જેમાંથી એકનું ફોર્મ રિજેક્ટ થયા બાદ માન્ય છ ઉમેદવાર હતા.જેમાંથી એક ઉમેદવારનું ફોર્મ પાછુ ખેંચાતા ચૂંટણી લડનારા માત્ર પાંચ જ ઉમેદવાર છે. જે તમામ બેઠકોમાં સૌથી ઓછા છે.

આ પણ વાંચો : ગુજરાતનું હૃદય અમદાવાદ શહેરના વિધાનસભા ચૂંટણીના લેખાજોખા – પાર્ટ 1

Back to top button